Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Jasprit Bumrah replied to Haris Rauf in his own language

VIDEO / જસપ્રીત બુમરાહે હારિસ રઉફને તેની જ ભાષામાં આપ્યો જવાબ, અનોખા અંદાજમાં સેલિબ્રેટ કરી વિકેટ

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO / જસપ્રીત બુમરાહે હારિસ રઉફને તેની જ ભાષામાં આપ્યો જવાબ, અનોખા અંદાજમાં સેલિબ્રેટ કરી વિકેટ
સોર્સ : GSTV

ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવી એશિયા કપ 2025 ફાઈનલનું ટાઈટલ જીત્યું છે. આ મેચ દરમિયાન ભારતીય ખેલાડી જસપ્રીત બુમરાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જસપ્રીત બુમરાહે યોર્કર બોલ ફેંકી હારિસ રઉફને ક્લિન બોલ્ડ કર્યા બાદ તેની જ ભાષામાં જવાબ આપતા તેની નકલ કરી હતી. જેનાથી ભારતીય ફેન્સ ખુશ થઈ ગયા હતા. બુમરાહે 18મી ઓવરમાં યોર્કર ફેંકી રઉફની સ્ટમ્પ ઉડાવી દીધી હતી. રઉફની વિકેટ લેતા બુમરાહે રઉફની પ્લેન ક્રેશની નકલ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

App Store

રઉફની નકલ કરી આપ્યો જવાબ

21 સપ્ટેમ્બરના રોજ રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં રઉફ હાથ વડે પ્લેન ક્રેશનો ઈશારો કરતો જોવા મળ્યો હતો, ત્યારે બુમરાહે તેની વિકેટ લેતાં તેની જ નકલ કરતા પ્લેન ક્રેશનો ઈશારો કર્યો હતો. જેને ફેન્સે વધાવી લીધો હતો. સ્ટેડિયમમાં ભારતીય ફેન્સ ઝુમી ઉઠ્યા હતાં. સોશિયલ મીડિયા પર પણ તેની આ પળ ઝડપથી વાયરલ થઈ હતી. ઉલ્લેખનીય છે, ટીમ ઈન્ડિયાએ તોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પાકિસ્તાનની ટીમને 19.2 ઓવરમાં 146 રને ઓલઆઉટ કરી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે 5 વિકેટે 150 રન બનાવી એશિયા કપ 2025 ટાઈટલ પોતાને નામ કર્યું હતું.

ઈરફાન પઠાણે પણ કર્યા વખાણ

બુમરાહના ઈશારના પૂર્વ ભારતીય ઓલ-રાઉન્ડર ઈરફાન પઠાણે પણ વખાણ કર્યાં હતાં. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, "બુમરાહે ફ્લાઈટ લેન્ડ કરાવી દીધી." ભાજપે પણ બુમરાહના વખાણ કર્યા હતા. રઉફે રમત દરમિયાન 6-0 અને પ્લેનનો ઈશારો કર્યો હતો. તેણે સરહદ પર ભારત-પાકિસ્તાન અથડામણ દરમિયાન છ ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવાના પાકિસ્તાનના દાવાને પ્રતિબિંબ કરતા આ ઈશારો કર્યો હતો. જોકે, બુમરાહે રઉફની જ વિકેટ લેતા તેને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો અને પ્લેન ક્રેશનો ઈશારો કર્યો હતો.