Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rinku Singh's one ball shot seal India's victory over Pakistan

આખી ટુર્નામેન્ટમાં ન મળી તક... ફાઈનલમાં એક બોલ રમીને છવાયો રિંકુ સિંહ; હંમેશા માટે યાદગાર બની ગયો વિનિંગ શોટ

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2025
લાઇવ ટીવીGoogle News
આખી ટુર્નામેન્ટમાં ન મળી તક... ફાઈનલમાં એક બોલ રમીને છવાયો રિંકુ સિંહ; હંમેશા માટે યાદગાર બની ગયો વિનિંગ શોટ
સોર્સ : Instagram

ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાનને ત્રીજી વખત હરાવ્યું. તિલક વર્માએ ફાઈનલમાં અણનમ 69 રનની ઈનિંગ રમી હતી. પરંતુ આ મેચ રિંકુ સિંહ માટે હંમેશા યાદગાર રહેશે, જે આ ટુર્નામેન્ટમાં પહેલીવાર રમી રહ્યો હતો. તેને ફક્ત એક જ બોલ રમવાનો મોકો મળ્યો, પરંતુ તે બોલ જ ભારતની જીત પર મહોર લગાવી ગયો. રિંકુ સિંહે વિનિંગ શોટ રમ્યો હતો.

App Store

રિંકુ સિંહનો ફેવરિટ ક્વોટ 'God's Plan'

પાકિસ્તાન સામેની ફાઈનલ મેચ રિંકુની ટુર્નામેન્ટની પહેલી મેચ હતી. તેણે હારિસ રઉફની છેલ્લી ઓવરના ચોથા બોલનો સામનો કર્યો, જે ટુર્નામેન્ટનો તેનો પહેલો બોલ હતો. રિંકુએ આ બોલ પર મિડ-ઓન પર બાઉન્ડ્રી ફટકારીને ભારતને નવમો એશિયા કપ ટાઈટલ અપાવ્યું. રોમાંચક ફાઈનલ જીત પછી રિંકુએ કહ્યું, "બીજું કંઈ મહત્ત્વનું નથી. એક બોલ મહત્ત્વનો છે. મને તે જ જોઈતો હતો અને મેં બાઉન્ડ્રી ફટકારી. બધા જાણે છે કે હું ફિનિશર છું. ટીમ જીતી ગઈ અને હું ખૂબ ખુશ છું."

ઉલ્લેખનીય છે કે, રિંકુ સિંહનો ફેવરિટ ક્વોટ 'God's Plan' છે, તેણે તેનું ટેટૂ પણ બનાવડાવ્યું છે. કદાચ ભગવાનનો જ પ્લાન હશે કે રિંકુ ભલે આખી ટુર્નામેન્ટમાં ન રમે પણ જ્યારે ભારતીય ટીમ જીતે ત્યારે વિનીગ રન તેના બેટમાંથી જ આવે. ફાઈનલ પછી God's Planનો ઘણો ઉલ્લેખ કરવામાં આવ્યો અને તે સાબિત થયું કે તમારે તમારી તકની રાહ જોવી જોઈએ અને જો તમને ફક્ત એક જ બોલ રમવા માટે મળે તો પણ તમારે તે એક બોલને યાદગાર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

તિલકની શાનદાર બેટિંગના જોરે ભારત ચેમ્પિયન બન્યું

તિલક વર્માની શાનદાર અડધી સદી અને કુલદીપ યાદવની બોલિંગને કારણે ભારતીય ટીમે રવિવારે એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો. T20 ફોર્મેટમાં આ તેનો બીજો અને કુલ નવમો ખિતાબ હતો. ભારતે પહેલા બોલિંગ કરતા પાકિસ્તાનને 146 રનમાં ઓલઆઉટ કર્યું અને પછી બે બોલ બાકી રહેતા 147 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. તિલક વર્માએ 53 બોલમાં અણનમ 69 રનની મેચવિનિંગ ઈનિંગ રમી, જ્યારે શિવમ દુબેએ 22 બોલમાં 33 રન બનાવીને તિલક વર્મા સાથે પાંચમી વિકેટ માટે 60 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી.

છેલ્લી બે ઓવર રોમાંચક રહી

પાકિસ્તાનના 147 રનના જવાબમાં ભારતને 20 રનના સ્કોર પર 3 ઝટકા લાગ્યા હતા. જોકે, તિલક વર્માએ એક છેડો પકડી રાખ્યો અને સંજુ સાથે શાનદાર બેટિંગ કરી. સંજુના આઉટ થયા પછી તિલકે શિવમ દુબે સાથે સારી ઈનિંગ રમી. પરંતુ એક સમયે ભારતને બે ઓવરમાં જીતવા માટે 17 રનની જરૂર હતી.

19મી ઓવરના છેલ્લા બોલ પર શિવમ દુબે આઉટ થયો. ભારતને અંતિમ ઓવરમાં જીતવા માટે 10 રનની જરૂર હતી. રિંકુ સિંહ બેટિંગ કરવા આવ્યો. તિલકે પહેલા બોલ પર 2 રન બનાવ્યા. આ પાછી તેણે બીજા બોલ પર સિક્સ ફટકારી અને ત્રીજા બોલ પર એક રન લીધો. ત્યારબાદ રિંકુને બેટિંગ કરવાની તક મળી. તેણે ચોથા બોલ પર ફોર ફટકારીને ભારતને જીત અપાવી.