Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Chris Woakes Announces retirement from International Cricket

ઇંગ્લેન્ડ માટે ખરાબ સમાચાર, એશિઝ સિરીઝ પહેલા ક્રિસ વોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2025
લાઇવ ટીવીGoogle News
ઇંગ્લેન્ડ માટે ખરાબ સમાચાર, એશિઝ સિરીઝ પહેલા ક્રિસ વોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
સોર્સ : GSTV

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનાર એશિઝ સિરીઝ પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. અનુભવી ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડરે સોમવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહગરાત કરી હતી. 36 વર્ષીય ક્રિસ વોક્સ તાજેતરમાં ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો. 

App Store

ક્રિસ વોક્સે રિટાયરમેન્ટની જાહેરાત કરતા શું લખ્યુ?

વોક્સે રિટાયરમેન્ટની જાહેરાત કરતા કહ્યું કે આ તેના માટે રિટાયર થવાનો યોગ્ય સમય છે. ક્રિસ વોક્સે X પર પોસ્ટ કરતા લખ્યુ, "તે ક્ષણ આવી ગઇ છે અને મે નક્કી કરી લીધુ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો આ યોગ્ય સમય છે."

વોક્સે લખ્યુ, "બાળપણથી જ ઇંગ્લેન્ડ માટે રમવા માંગતો હતો અને હું ખુદને નસીબદાર માનું છું કે હું તે સપનું જીવ્યો. છેલ્લા 15 વર્ષમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્ત્વ કરવું, થ્રી લાયન્સ જર્સી પહેરવી અને ટીમના સાથીઓ સાથે મેદાન શેર કરવું જેમાં કેટલાક તો મારા આજીવન મિત્ર બની ગયા છે, આવી વસ્તુ જેમણે હું ગર્વથી યાદ કરીશ.2011માં ઓસ્ટ્રેલિયામાં ડેબ્યૂ કરવું જાણે કાલની વાત જ લાગે છે પરંતુ જ્યારે તમે મજા કરી રહ્યા હોય ત્યારે તે સમય ઉડી જાય છે. બે વર્લ્ડકપ જીતવા અને કેટલીક શાનદાર એશિઝ સિરીઝનો ભાગ બનવો, આવું કેટલુંક છે જેના વિશે મેં ક્યારેય વિચાર્યું નહતું અને પોતાના સાથીઓ સાથે વિતાવેલી તે યાદો અને ઉજવણી હંમેશા યાદ રહેશે."

ક્રિસ વોક્સના 15 વર્ષની ક્રિકેટ કરિયરનો અંત

ક્રિસ વોક્સ લગભગ 15 વર્ષ સુધી નેશનલ ટીમ માટે રમ્યો અને તેને 2011માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું.

ક્રિસ વોક્સે ઇંગ્લેન્ડ તરફથી 62 ટેસ્ટ મેચમાં 192 વિકેટ ઝડપી છે જ્યારે 122 વન ડે મેચમાં 173 વિકેટ છે. ક્રિસ વોક્સના નામે 33 ટી-20 મેચમાં 31 વિકેટ છે.