સ્વિસ બેન્કોમાં ભારતીયોના નાણાં 2024માં ત્રણ ગણા વધ્યા, 37 000 કરોડને પાર પહોંચી રકમ
હમણા થોડા સમય પહેલાં જ સ્વિસ બેન્કોમાંથી બ્લેકમની એટલે કે કાળુ નાણું પરત લાવવાની વાત ગરમાગરમ રાજકીય વિષય બની ગ

હમણા થોડા સમય પહેલાં જ સ્વિસ બેન્કોમાંથી બ્લેકમની એટલે કે કાળુ નાણું પરત લાવવાની વાત ગરમાગરમ રાજકીય વિષય બની ગયો હતો. હવે કાળુ નાણું પરત લાવવાની વાત બાજુએ રહી, પરંતુ 2024ના અંતે સ્વિસબેન્કમાં ભારતીયોના નાણા ત્રણ ગણા થઇ 3.5 અબજ સ્વિસ ફ્રાન્ક એટલે કે રૂપિયા 37,600 કરોડ થઇ ગયા છે. સ્વિત્ઝરલેન્ડની સેન્ટ્રલ બેન્કે જાહેર કરેલા આંકડામાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.
સ્વિસ બેન્કોમાં ભારતીયોના કાળા નાણાં ત્રણ ગણા વધ્યા
સ્વિત્ઝરલેન્ડની સ્થાનિક બ્રાન્ચો એટલે કે ભારતમાં રહેલી શાખાઓ અને અન્ય નાણા સંસ્થાઓ દ્વારા એકત્રિત કરવામાં આવતી રકમમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. હવે આ નાણા શું બ્લેક મની નથી. આ નાણા વ્હાઇટ છે તે સવાલ ઉદભવે છે. એક સરકારના સમયમાં જમા થયેલા નાણા બ્લેક મની થઇ જાય અને બીજી સરકારના સમયમાં જમા થયેલા નાણા વ્હાઇટ હોય એવું ક્યાંથી બની શકે.
જોકે, ભારતીય ક્લાયન્ટના કસ્ટમર એકાઉન્ટમાં નાણા વાર્ષિક ધોરણે ફક્ત 11 ટકા વધી 34.6 કરોડ સ્વિસ ફ્રાન્ક એટલે કે 3,650 કરોડ થયા છે. આમ તે કૂલ ભંડોળનો દસ ટકા હિસ્સો છે. 2023માં સ્વિસ બેન્કોમાં ભારતીય વ્યક્તિઓ અને ફર્મ્સ દ્વારા પાર્ક કરવામાં આવતા ભંડોળમાં 70 ટકા ઘટાડો નોંધાયો હતો. આ સમયે આ રકમ ઘટીને 1.04 અબજ સ્વિસ ફ્રાન્કે પહોંચી ગઇ હતી, જે ચાર વર્ષના તળિયે હતી. જ્યારે 2021માં સ્વિસ બેન્કોમાં ભારતીયોની કૂલ રકમ 14 વર્ષની ઊંચી સપાટી 40,626.15 કરોડ હતી.
સ્વિસ નેશનલ બેન્કે સ્વિસ બેન્કો વતી જાહેર કરેલા આ સત્તાવાર આંકડા છે. આના પરથી સ્વિટ્ઝરલેન્ડમાં આવેલી બેન્કોમાં ભારતીયોના કેટલા કરોડના બ્લેક મની છે રાજકીય રીતે ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યો હતો તેના કોઇ સંકેત મળતા નથી. હવે જો ભારતીયોએ NRI કે અન્યોએ થર્ડ પાર્ટી એકમોના નામે સ્વિસ બેન્કોમાં નાણા જમા કરાવ્યા હોય તો તેની માહિતી આમા નથી. 2023ના અંતે ભારતીયો ગ્રાહકો પ્રત્યે સ્વિસ બેન્કોની જવાબદારી 37,594 કરોડ રૂપિયાની હતી.
તેના પહેલા 2006માં 6.5 બિલિયન સ્વિસ ફ્રાન્ક એટલે કે 68,920 કરોડની રકમ સ્વિસ બેન્કોમાં હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ રકમ હોવાનું માનવામાં આવે છે. તેના પછી 2011,2013,2017,2020,2021,2022,2023 એમ સ્વિસ બેન્કમાં જમા થયેલી રકમમાં સતત ઘટાડો નોંધાયો છે.
આ આંકડામાં થાપણોની સાથે ભારતીયોએ લીધેલી લોન પણ દર્શાવાઇ છે તેમાં 2017માં 44 ટકા અને 2018માં 11 ટકા ઘટાડો થયા પછી 2019માં સાત ટકા વધારો થયો હતો. આ આંકડો 2007માં 2.3 અબજ અમેરિકન ડોલર એટલે કે 9000 કરોડની ટોચે પહોંચ્યો હતો.
સ્વિસ સત્તાવાળાઓ હંમેશા કહેતા આવ્યા છે કે ભારતીય રહેવાસીઓએ તેમની બેન્કોમાં ખાતામાં જમા કરાવેલી રકમ બ્લેક મની છે જ નહીં. તેથી તેઓ તેને બ્લેક મની ગણવાનો જ ઇન્કાર કરે છે અને તેની સાથે ભારતને ટેક્સ ફ્રોડ અને કરચોરી સામેની લડતને પૂરેપુરૂં સમર્થન આપે છે. કરચોરી ડામવા માટે બન્ને દેશોએ એકબીજા સાથે ટેક્સને લગતી બાબતોની ઓટોમેટિક આપલેનું માળખું રચ્યું છે. આ માળખુ 2018થી અસ્તિત્ત્વમાં છે. આ સિસ્ટમ હેઠળ જ બધા જ ભારતીય રહેવાસીઓના સ્વિસ બેન્કોમાના ખાતાની બધી જ વિગતો ભારત સરકારને સૌ પ્રથમ વખત આપવામાં આવી નથી. હવે દર વર્ષે વાર્ષિક ધોરણે આ માહિતીનું આદાન પ્રદાન થાય છે.








