ભારતીય શેરબજારમાં ત્રણ દિવસની તેજી પર બ્રેકઃ સેન્સેક્સ 423 પોઇન્ટનો કડાકો
સ્થાનિક શેરબજારો શુક્રવારે (17 જાન્યુઆરી)ના રોજ મોટા ઘટાડા સાથે બંધ થયા હતા, જેણે છેલ્

સ્થાનિક શેરબજારો શુક્રવારે (17 જાન્યુઆરી)ના રોજ મોટા ઘટાડા સાથે બંધ થયા હતા, જેણે છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોથી ચાલી રહેલા વેગ પર બ્રેક લગાવી હતી. વૈશ્વિક બજારોના નબળા સંકેતો અને બેન્કિંગ અને આઈટી શેરોમાં વેચવાલીથી બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. અગાઉ, છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
શુક્રવારે (17 જાન્યુઆરી)ના રોજ બીએસઇનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 485 પોઈન્ટ ઘટીને 76,557 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 76,263 પોઈન્ટ્સ પર સરકી ગયો. અંતે, સેન્સેક્સ 423 પોઇન્ટ અથવા 0.55% ઘટીને 76,619 પર બંધ થયો.
આ પણ વાંચો: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓને જલસા, પગારમાં થશે આટલો વધારો
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી 50 પણ મોટા ઘટાડા સાથે ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 23,100 પોઈન્ટ સુધી લપસી ગયો હતો. જોકે, અંતે નિફ્ટી 108 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 23,203 પર બંધ રહ્યો હતો.
ઉપલા સ્તરે ટકી રહ્યા પછી, નિફ્ટી ફરી એકવાર 23200ના સ્તરે આવી ગયો છે અને ફરીથી રિટેસ્ટીંગ કર્યું છે. નિફ્ટીની આગળની સફરમાં તે 23200ના સ્તરથી નીચે ન જાય તે મહત્વનું છે. જોકે, કોર્પોરેટ અર્નિંગ સીઝન અને ફેડ મીટિંગને કારણે માર્કેટમાં વોલેટિલિટી વધી છે.
નિફ્ટી-50ના પેકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.85 ટકાની તેજી સાથે સૌથી વધારે વૃદ્ધિ નોંધાવનારો શેર રહ્યો. બીપીસીએલ, હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, નેસ્લે ઈન્ડિયા જેવા શેરો નિફ્ટી 50ના અન્ય ટોપ ગેનર્સમાં જોવા મળ્યા હતા. નિફ્ટી 50 ટોપ લૂઝર્સમાં ઇન્ફોસિસ 5.86% ના ઘટાડા સાથે ટોપ લૂઝર સ્ટોક હતો. એક્સિસ બેન્ક 4.50% તૂટ્યો. શ્રીરામ ફાઇનાન્સ અને કોટક બેન્ક પણ ઘટાડામાં રહી હતી.
શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ અને આઈટી શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને બજાર દિવસભર વેચવાલીનું દબાણ હેઠળ રહ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં 3%નો વધારો થયો હોવા છતાં, નિફ્ટીમાં હજુ પણ ઘટાડો જોવા મળ્યો હતો કારણ કે ઈન્ફોસિસ, ટીસીએસ સહિત અન્ય ઈન્ડેક્સ હેવીવેઈટ્સમાં વેચવાલી હતી.
તેમ છતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈટીસી જેવી મોટી કંપનીઓએ બજારને ટેકો આપ્યો અને તેને વધુ ઘટવા ન દીધું, અન્યથા વેચવાલી વધુ ગંભીર બની શકી હોત.
બજાર એક રેન્જમાં વધઘટ થઇ રહ્યું છે, પરંતુ આમાં વોલેટાલિટીના કારણે કો ટ્રેલિંગ સ્ટોપ લોસ સુરક્ષિત નથી. ટ્રેલિંગ સ્ટોપ લોસ એ ટ્રેડિંગ ટૂલ છે. તેનો ઉપયોગ કોઇ ટ્રેડમાં નુકસાનને મર્યાદિત કરવા અને નફો સુરક્ષિત કરવા માટે થાય છે. ટ્રેલિંગ સ્ટોપ લોસ બજાર ભાવ સાથે આગળ વધે છે. આ એક પ્રકારનો સ્ટોપ-લોસ ઓર્ડર છે.
સેક્ટરલ પ્રફોર્મન્સના મામલે નિફ્ટી આઇટી 2.68 ટકાના ઘટાડા સાથે ટોપ પર રહી. તે પછી નિફ્ટી પ્રાઈવેટ બેન્ક હતી, જે 2.17% ઘટી હતી, તેનાથી વિપરીત, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ 1.6%ના વધારા સાથે ટોચના પરફોર્મર તરીકે ઉભરી હતી. તે પછી નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી ઇન્ફ્રા, નિફ્ટી એનર્જી, નિફ્ટી મેટલ અને નિફ્ટી એફએમસીજી હતા. બધા 1% કરતા વધુના વધારા સાથે બંધ થયા.
આ પણ વાંચો: બજેટ સત્રની તારીખો નક્કી, 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી યોજાશે સત્ર
બજારને ભારતીય બેન્કિંગ સેક્ટરમાંથી ત્રીજા ક્વાર્ટરના સારા ડેટાની અપેક્ષા હતી પરંતુ તેમ છતાં ઈન્ફોસિસના નબળા પરિણામો અને બેન્કિંગ સેક્ટરમાં વેચાણના દબાણને પગલે રોકાણકારો સાવચેત થઈ રહ્યા છે. શુક્રવારના સેલઓફ (વેચવાલી) પાછળ રોકાણકારોનો આ દૃષ્ટિકોણ સામે આવ્યો હતો.
ટોપ લૂઝર્સ
સેન્સેક્સની 30 કંપનીઓમાં ઇન્ફોસિસ અને એક્સિસ બેન્કના શેરમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. કોટક બેન્ક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ , એચસીએલ ટેક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કના શેરો પણ ઘટ્યા હતા.
ટોપ ગેનર્સ
બીજી તરફ ઝોમેટો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર બે ટકાથી વધુ વધીને બંધ થયા હતા. નેસ્લે ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, આઈટીસી, એલએન્ડટી, સન ફાર્માના શેરમાં પણ વધારો થયો હતો.
17 જાન્યુઆરીએ શેરબજારમાં ઘટાડાનું કારણ?
1. ઈન્ફોસીસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક જેવા આઈટી શેરોમાં ભારે વેચવાલીને કારણે શુક્રવારે શેરબજાર નીચે આવ્યું હતું, જે ઈન્ડેક્સમાં ભારે વેઈટેજ ધરાવે છે.
2. શુક્રવારે ભારતીય રૂપિયો ડોલર સામે 0.07% ઘટીને 86.61 પર આવી ગયો. વિદેશી રોકાણકારોની વેચવાલીથી રૂપિયો સતત 11મા સપ્તાહમાં ઘટ્યો હતો.
3. વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે સ્થાનિક શેરબજારના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી છે.
4. આ સિવાય સ્થાનિક કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની ચિંતા અને માર્ચ ક્વાર્ટર માટે નબળા આઉટલૂકને કારણે આઇટી કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો છે.








