મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

GSTના દરમાં ઘટાડા બાદ માલસામાનની હેરાફેરીમાં વધારો

દેશના રાજ્યોની અંદર અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રૂપિયા 50,000થી વધુની કિંમતના માલસામાનની હ

GSTના દરમાં ઘટાડા બાદ માલસામાનની હેરાફેરીમાં વધારો

દેશના રાજ્યોની અંદર અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રૂપિયા 50,000થી વધુની કિંમતના માલસામાનની હેરફેર માટે જનરેટ કરવાની રહેતી ઈલેકટ્રોનિક પરમીટ એટલે કે e-way Billsની સંખ્યા સપ્ટેમ્બરમાં 13.20 કરોડ સાથે અત્યાર સુધીની વિક્રમી સંખ્યા રહી છે.

GST નેટવર્કના ડેટા અનુસાર

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (GST) નેટવર્કના ડેટા પરથી જણાય છે કે ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીએ આ વર્ષના સપ્ટેમ્બરના e-way Billsની સંખ્યામાં 21.10% વધારો જોવા મળ્યો છે, પરંતુ ઓગસ્ટની સરખામણીએ આ સંખ્યા માત્ર 2.20% જેટલી જ વધુ છે.

બીજા ક્રમે સૌથી મોટો આંકડો

વર્તમાન વર્ષના જુલાઈમાં 13.19 કરોડ e-way Bills જનરેટ કરાયા હતા જે અત્યાર સુધી બીજા ક્રમે સૌથી મોટો આંકડો છે. મજબૂત માંગને  પગલે નવરાત્રીના તહેવાર પહેલા તથા દરમિયાન માલસામાનની વધારે માત્રામાં હેરાફેરી થવાને કારણે e-way Billsની સંખ્યા ઊંચી રહી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. દેશમાં જીએસટી મારફતની આવકમાં પણ વર્તમાન નાણાં વર્ષમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

PMI ક્ષેત્રનું વિસ્તરણ

સપ્ટેમ્બર મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ પણ જોરદાર જોવા મળી છે. ઉત્પાદન ક્ષેત્રનો 'પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (PMI) 57.07 રહ્યો હતો. જોકે 50થી ઉપરના PMIને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. ઉત્પાદન ક્ષેત્રના વિસ્તરણ માલસામાન માટેની માંગ ઊંચી રહી હોવાના સંકેત આપે છે.

સપ્ટેમ્બર 2025માં રેકોર્ડ બ્રેક વધારો

સરકારે GSTના દરમાં 22 સપ્ટેમ્બર 2025થી ઘટાડો લાગુ કર્યા બાદ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં માલસામાનની હેરફેરમાં વધારો થયું હોવાનું કહી શકાય એમ છે. નવરાત્રીના સમયમાં ખાસ કરીને કન્ઝયૂમર ડયૂરેબલ્સ, એસી, ટીવી, સહિતના માલસામાનની ઊંચી માંગ જોવા મળી હતી. 

એક વેરા નિષ્ણાતે જણાવ્યું હતું કે, "e-way Billsની સંખ્યામાં વધારાનો અર્થ કરદાતાઓ વેરાની ચૂકવણીમાં ફરજપાલન કરતા હોવાનું કહી શકાય છે."

આ સમાચાર શેર કરો