GST કાઉન્સિલની બેઠક: EV સહિત જૂની અને યૂઝ્ડ કારના વેચાણ પર ટેક્સમાં વધારો
જેસલમેરમાં 55મી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક મળી છે. આ બેઠકમાં&

જેસલમેરમાં 55મી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક મળી છે. આ બેઠકમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. GST કાઉન્સિલે પ્રી-ઓન વાહનોના વેચાણ પર 12%થી વધારીને 18% ટેક્સ કરવાની પૃષ્ટી કરી છે. GST કાઉન્સિલે યૂઝ્ડ વાહનોના વેચાણ પરના ટેક્સને 12% થી વધારીને 18% કરવાની મંજૂરી આપી છે.
GST Council બેઠકની મહત્ત્વની વાતો
- પૉપકોર્ન પર નવી GSTની કિંમત નક્કી કરવામાં આવી છે. અનપેક્ડ પોપકોર્ન પર 5% GST લાગશે જ્યારે લેબલ ધરાવતા અને બ્રાંડેડ પોપકોર્ન પર 12% ટેક્સ લગાવવામાં આવશે. આ સિવાય કારમેલયુક્ત પોપકોર્નને 18% ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યું છે.
- વીમા પર GSTમાં બદલાવનો પ્રસ્તાવ સ્થગિત
- ફોર્ટિફિટેડ ચોખા કર્નેલ્સને 18%થી 5% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- GST કાઉન્સિલે હેલ્થ, લાઇફ ઇંશ્યોરન્સ પોલિસી પર ટેક્સમાં કાપ મુકવાના નિર્ણયને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
- EV અને નાની પેટ્રોલ/ ડીઝલ કાર પર 12%થી વધારીને 18% GST કરાશે.






