મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેર બજારમાં રસ ન હોય તો FDમાં લગાવો પૈસા, જાણો SBIથી HDFC સુધી કેટલું છે વ્યાજ

દરેક વ્યક્તિ સુરક્ષિત રોકાણ અને મહત્તમ વળતર ઇચ્છે છે. છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં

શેર બજારમાં રસ ન હોય તો FDમાં લગાવો પૈસા, જાણો SBIથી HDFC સુધી કેટલું છે વ્યાજ

દરેક વ્યક્તિ સુરક્ષિત રોકાણ અને મહત્તમ વળતર ઇચ્છે છે. છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં રોકાણકારોને ઉત્તમ વળતર મળી રહ્યું હતું. હવે જ્યારે શેરબજારમાં તીવ્ર ઘટાડો થયો છે ત્યારે રોકાણકારો પણ રોકાણ માટે અન્ય વિકલ્પો શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં બેંક એફડી પણ તમારા માટે સૌથી સુરક્ષિત વિકલ્પ રહે છે. એફડી કરતી વખતે, રોકાણકારોનો ઉદ્દેશ મહત્તમ વ્યાજ અને સુરક્ષા મેળવવાનો છે. વિવિધ બેંકોમાં, અલગ-અલગ કાર્યકાળ માટે ઉપલબ્ધ વ્યાજ પણ અલગ-અલગ હોય છે. 

એફડીનો નોર્મલ નિયમ એ છે કે, તમારી એફડી જેટલા ઓછા સમય માટે હોય તેટલું ઓછું વ્યાજ આપને મળે છે. બીજી તરફ આપ જેટલા લાંબા સમય માટે એફડી કરો છો એટલું વધારે વ્યાજ મળે છે. ઉદાહરણ તરીકે, જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઇ) માં એફડી કરો છો, તો ત્રણ મહિનાની એફડી  પર વ્યાજ 5.5 ટકા છે. જ્યારે એક વર્ષના કાર્યકાળ પર વ્યાજ દર વધીને 6.8 ટકા થાય છે. ચાલો એફડી પર ટોચની બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ દરો વિશે જાણીએ-

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઇ) 5 વર્ષની મુદત સાથે એફડી પર 6.5% વ્યાજ આપે છે. તે જ સમયે, એક વર્ષથી ઓછી મુદતવાળી એફડી પર વ્યાજ દર 6.8% છે. આ દરો 15 મે, 2024થી લાગુ કરવામાં આવ્યા છે.

ખાનગી ક્ષેત્રની આઇસીઆઇસીઆઇ બેંક 5 વર્ષની એફડી પર 7% વ્યાજ આપે છે. બેંક એક વર્ષની મુદત સાથે એફડી  પર 6.7% વ્યાજ આપે છે. બેંકે આ દરો 17 ફેબ્રુઆરી 2024થી લાગુ કરી છે.

એચડીએફસી બેંક એફડી પર પાંચ વર્ષ માટે 7% વ્યાજ આપે છે. પરંતુ જો તમે એક વર્ષ અથવા તેનાથી ઓછા સમયગાળાની એફડી વિશે વાત કરો છો, તો તે 6.6% છે. આ દરો 9 ફેબ્રુઆરી, 2024થી લાગુ કરવામાં આવ્યા છે.

બેંક ઓફ બરોડા (બીઓબી) પાંચ વર્ષની એફડી પર 6.50% વાર્ષિક વ્યાજ ઓફર કરે છે. 15 જાન્યુઆરી, 2024થી લાગુ કરાયેલા વ્યાજ દર મુજબ, એક વર્ષની એફડી  પર વાર્ષિક 6.85 ટકા વ્યાજ મળી રહ્યું છે.

કોટક મહિન્દ્રા બેંક પાંચ વર્ષની એફડી પર 6.20% વાર્ષિક વ્યાજ ઓફર કરે છે. જ્યારે બેંક એક વર્ષની એફડી પર 7.10% વાર્ષિક વ્યાજ આપી રહી છે. આ વ્યાજ દર 27 ફેબ્રુઆરી, 2024થી અમલમાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો