Aditi Hundia Net Worth / કેટલી કમાણી કરે છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા? બિઝનેસમેન છે તેના પિતા
ભારતીય ક્રિકેટ ટીમના ડેશિંગ બેટ્સમેન ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતા હુંડિયા સમાચારમાં છે. અદિતિ હુ

ભારતીય ક્રિકેટ ટીમના ડેશિંગ બેટ્સમેન ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતા હુંડિયા સમાચારમાં છે. અદિતિ હુંડિયાનો ઉછેર જયપુરમાં થયો છે. તેની માતાનું નામ બબીતા હુંડિયા છે અને તેના સાવકા પિતા લલિત હુંડિયા છે. અહેવાલો અનુસાર, ઈશાન કિશન લાંબા સમયથી અદિતિ હુંડિયાને ડેટ કરી રહ્યો છે. હવે ઈશાનના દાદા અનુરાગ પાંડેએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે લગ્નની મંજૂરી પણ આપી દીધી છે.
ઈશાન સાથેના તેના લગ્નની અફવાઓ બાદ ગુગલ પર અદિતિ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અદિતિ હુંડિયા વ્યવસાયે એક મોડેલ છે અને મૂળ રાજસ્થાનની રાજધાની જયપુરની છે. અદિતિ હુંડિયાએ બ્યુટી વર્લ્ડમાં પણ પોતાની ઓળખ બનાવી છે. તે 2016થી મોડેલિંગમાં સક્રિય છે. તે 2017માં મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ હતી અને 2018માં 'મિસ ડિવા સુપરનેશનલ' નો ખિતાબ જીતી હતી.
અદિતિ એક ઉચ્ચ કક્ષાના જૈન પરિવારમાંથી આવે છે. તેના પિતા લલિત એક ઉદ્યોગપતિ છે. તેની માતા પણ સામાજિક કાર્યમાં સક્રિય છે. અદિતિ તેની માતા સાથે અનાથ બાળકોને મદદ કરતા એક સમૂહ સંગિની સાથે જોડાયેલી છે.
અદિતિની નેટવર્થ વિશે વાત કરીએ તો મળતી માહિતી અનુસાર તેની કુલ સંપત્તિ આશરે 16થી 25 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેની આવકનો મોટો ભાગ તેની પોતાની ફેશન બ્રાન્ડમાંથી આવે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ ફોલોવર્સ પણ છે.
તે અહીં પણ વિવિધ બ્રાન્ડ્સનો પ્રચાર કરે છે. તે મ્યુઝિક આલ્બમ્સ, મોડેલિંગ અને જાહેરાતો દ્વારા પૈસા કમાય છે. અદિતિએ જયપુરમાં તેનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું ચે. ત્યારબાદ તેણે જયપુરની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, અને BBA ડિગ્રી મેળવી છે.








