GSTના સારા સમાચારો છતાં FIIની વેચવાલીથી સેન્સેક્સ ઉપલા સ્તરેથી 500થી વધુ પોઇન્ટ તૂટ્યો, પરંતુ હાલ માર્કેટ પ્લસમાં
4 સપ્ટેમ્બરના રોજ, ભારતીય શેરબજારમાં તીવ્ર વધઘટ જોવા મળી. શરૂઆતના વેપારમાં, સેન્સેક્સ 889 પોઈન્ટ વધ્યો અને નિફ્ટી 24,980 ને

4 સપ્ટેમ્બરના રોજ, ભારતીય શેરબજારમાં તીવ્ર વધઘટ જોવા મળી. શરૂઆતના વેપારમાં, સેન્સેક્સ 889 પોઈન્ટ વધ્યો અને નિફ્ટી 24,980 ને પાર કરી ગયો, પરંતુ પછીથી પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક દબાણને કારણે, સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી 24,850ની નીચે આવી ગયો. GST દરમાં ઘટાડાના સમાચાર પર FMCG, ઓટો અને ડ્યુરેબલ્સમાં શરૂઆતમાં વધારો જોવા મળ્યો, પરંતુ વિદેશી વેચાણ અને વૈશ્વિક સંકેતોએ તેજીને અટકાવી દીધી.
ભારતીય શેરબજારો ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2025ના રોજ મજબૂતી બતાવી રહ્યા છે. બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરાયેલા GST માળખા સુધારાને રોકાણકારો પચાવી રહ્યા હતા. બપોરે 12 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ ઉપલા સ્તરથી 550 પોઈન્ટ ઘટી ગયો છે અને હવે 81 હજારની નીચે છે. સેન્સેક્સ હાલમાં એક વાગ્યે ૩80.84 પોઈન્ટ વધીને 80,948 પર અને નિફ્ટી 104 પોઈન્ટ વધીને 24,819 પર ટ્રેડ કરી રહ્યો હતો. નવા ટેક્સ દરોનો સૌથી વધુ ફાયદો FMCG, ઓટો અને ડ્યુરેબલ્સ સેક્ટરને થઈ રહ્યો છે, જ્યારે IT અને તેલ અને ગેસમાં દબાણ જોવા મળ્યું.
સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો બપોરે એક વાગ્યા સુધીના અપડેટ પ્રમાણે નિફ્ટી ઓટો, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનઅને નિફ્ટી FMCG પ્લસમાં છે અને નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ અને નિફ્ટી આઈટી માઈનસમાં ચાલી રહ્યા છે.
આજે શેરબજારમાં સારો દેખાવ કરનારા શેરોમાં મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા, બજાજ ફાઇનાન્સ, બજાજ ફીનસર્વ, ટ્રેન્ટ, ટાટા મોટર્સ અને આઈટીસીનો સમાવેશ થાય છે. જ્યારે નબળો દેખાવ કરનારા શેરોમાં બીઇએલ, સન ફાર્મા, પાવર ગ્રીડ, એચસીએલ ટેક, મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે.
બ્રોડર માર્કેટ્સની વાત કરીએ તો નિફ્ટી મીડ કેપ અને સ્મોલ કેપ બંનેમાં નરમાઈ જોવા મળી રહી છે. કુલ મળીને GSTના સુધારાને કારણે શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ સર્જાયું છે, ઓટો FMCG અને ડ્યુરેબલ્સ સેક્ટર તેજીને સપોર્ટ કરી રહ્યા છે, જ્યારે આઈટી અને ઓઈલ ગેસ સેક્ટરના શેરો દબાણ હેઠળ છે.








