મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

GST દરમાં થઈ રહી છે મોટા ફેરફારની તૈયારીઓ, 4થી ઘટાડીને 3 સ્લેબની થઈ શકે વ્યવસ્થા

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમમાં મો

GST દરમાં થઈ રહી છે મોટા ફેરફારની તૈયારીઓ, 4થી ઘટાડીને 3 સ્લેબની થઈ શકે વ્યવસ્થા

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમમાં મોટા ફેરફારો થઈ શકે છે. આ અંતર્ગત GSTનું માળખું હાલના ચાર સ્લેબથી ઘટાડીને ત્રણ સ્લેબમાં કરી શકાય છે. આ બાબતની જાણકારી ધરાવતા એક વરિષ્ઠ અધિકારીએ બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું હતું કે, GST કાઉન્સિલ હેઠળની ફિટમેન્ટ કમિટી, જેમાં કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓનો સમાવેશ થાય છે, તેણે મહેસૂલ તટસ્થ માળખું બનાવવા માટે GST દરોને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા પર નવેસરથી કામ શરૂ કર્યું છે. આમાં કેટલાક દરો અને ખાસ કરીને 12 ટકાના દરને દૂર કરવાની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે.

વર્તમાન દર માળખામાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને મહત્તમ 28 ટકાના પ્રમાણભૂત દરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેટલીક વસ્તુઓ અને સેવાઓ માટે શૂન્ય અને વિશેષ દરો પણ છે. આ મુદ્દે ફિટમેન્ટ કમિટીએ બેઠક શરૂ કરી છે. કમિટી ટેક્સના દરો અને તેમાં સંભવિત સુધારાઓ માટે ઈનપુટ્સ તૈયાર કરી રહી છે. GST દરોમાં ફેરફાર સૂચવવા માટે GST કાઉન્સિલ દ્વારા રચવામાં આવેલા પ્રધાનોના જૂથ સમક્ષ રજૂ કરવામાં આવશે.

મહેસૂલ વિભાગે આશા વ્યક્ત કરી છે કે, GSTના સુધારેલા દરો ચાલુ નાણાકીય વર્ષમાં જ લાગુ કરવામાં આવશે. "દરોને તર્કસંગત બનાવવું એ પહેલી પ્રાથમિકતા છે કારણ કે કેટલીક છટકબારીઓ દૂર કરવા માટે વર્તમાન કર માળખાને ઓપ્ટિમાઇઝ કરવાની જરૂર છે," તેમણે જણાવ્યું હતું કે, કાઉન્સિલ જુલાઈમાં બજેટ પછી મળવાની અપેક્ષા છે. દરોમાં ફેરફારની રૂપરેખા પર ચર્ચા થઈ શકે છે. આ પહેલ એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ. 2 લાખ કરોડને પાર કરી ગયું હતું. વર્ષ દરમિયાન માસિક GST કલેક્શન રૂ. 1.7થી 1.8 લાખ કરોડ રહેવાની ધારણા છે.

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, “દરોને તર્કસંગત બનાવવાથી તમામ સ્લેબમાં વસ્તુઓ બદલાઈ શકે છે. તેથી, આ મુદ્દા પર કોઈ પણ નિર્ણય વ્યાપક વિચાર-વિમર્શ પછી જ લેવામાં આવશે.' આ સમિતિમાં ગોવા, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહારના નાણાપ્રધાનોનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો