મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજારમાં શાનદાર તેજીઃ સેન્સેક્સ 809 અને નિફ્ટી 241 પોઇન્ટ ઉછળ્યો

વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબુત સંકેતોના પગલે અને વિદેશી ફંડોની નવેસરથી લેવાલી નીકળતા ગુરૂવારે ભારતીય શેરબજારોમાં સતત પાંચમા દ

શેરબજારમાં શાનદાર તેજીઃ સેન્સેક્સ 809 અને નિફ્ટી 241 પોઇન્ટ ઉછળ્યો

વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબુત સંકેતોના પગલે અને વિદેશી ફંડોની નવેસરથી લેવાલી નીકળતા ગુરૂવારે ભારતીય શેરબજારોમાં સતત પાંચમા દિવસે તેજીનો સિલસિલો ચાલુ રહ્યો હતો. આઈટી કંપનીઓના શેરમાં આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1 ટકા વધ્યા હતા. જોકે બપોર બાદ શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 226.41 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સ 82,317.74નો હાઈ જ્યારે 80,467.37નો લો બનાવ્યો હતો. જોકે, ટ્રેડિંગના અંતે બીએસઇ સેન્સેક્સ 809.53 પોઈન્ટ અથવા 1.00 ટકાના વધારા સાથે 81,765.86 પર બંધ રહ્યો હતો.

બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી 50 240.95 પોઈન્ટ અથવા 0.98 ટકા મજબૂત થઈને 24,708.40 પર બંધ થયો હતો. આજે નિફ્ટીએ 24,295.55 અને 24,857.75ની રેન્જમાં ટ્રેડિંગ કર્યું હતું.

સેન્સેક્સના ટોપ ગેઇનર્સ

સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરો લીલા નિશાન સાથે એટલે કે પાછલા દિવસના બંધ ભાવથી ઉપર રહ્યા હતાં. ટીસીએસ, ઇન્ફોસિસ, ટાઇટન, ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સ સેન્સેક્સના ટોપ-5 ગેઇનર્સ હતા. આ ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેંક, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, એચયુએલ, પાવર ગ્રીડ, મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા , કોટક બેંક, બજાજ ફિનસર્વ, રિલાયન્સ, ટાટા સ્ટીલ, એલએન્ડટી, એક્સિસ બેંક, એસબીઆઇ, ટાટા મોટર્સ, સન ફાર્મા, અદાણી પોર્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી બેંક અને આઈટીસીના મારુતિ શેર્સમાં પણ વધારો થયો હતો.

સેન્સેક્સના ટોપ લૂઝર્સ

બીજી તરફ સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 3 જ લાલ નિશાનમાં બંધ થયા હતા. એનટીપીસી 0.98 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.30 અને ઇન્ડસઇન્ડ બેન્ક 0.10 ટકા ઘટ્યા હતા.

પાછલા સત્રમાં પણ બજારમાં તેજી હતી

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે બુધવારે (4 ડિસેમ્બર) વૈશ્વિક બજારના મજબૂત સંકેતો વચ્ચે માર્કેટમાં વ્યસ્ત ટ્રેડિંગ જોવા મળ્યું હતું. કારોબારના અંતે સ્થાનિક શેરબજાર મામૂલી વધારા સાથે બંધ થયું હતું. એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક જેવા મોટા શેરોમાં ખરીદારીથી બજારને ટેકો મળ્યો હતો.

બીએસઇ સેન્સેક્સ 110.58 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 80,956.33 પર બંધ થયો. બીજી તરફ નિફ્ટી-50 પણ 0.04 ટકા અથવા 10.30 પોઈન્ટના મામૂલી વધારા સાથે 24,467.45 પર બંધ રહ્યો હતો.

આ સમાચાર શેર કરો