Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Government's new labor code a blow to salaried workers! In-hand salary will be reduced from this month itself

VIDEO: સરકારના નવા લેબર કોડથી પગારદારોને ઝટકો! ચાલુ મહિનાથી જ ઈન હેન્ડ સેલેરીમાં થશે ઘટાડો

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલથી પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે નવા લેબર કોડ હેઠળ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચર અને સોશિયલ સિક્યોરિટીને વધુ મજબૂત બનાવવાનો છે. નવા કાયદા મુજબ, હવે કર્મચારીઓની બેસિક સેલરી(મૂળ પગાર) અને મોંઘવારી ભથ્થું(DA) કુલ સેલરીના ઓછામાં ઓછા 50% હોવા જોઈએ, જ્યારે બાકીના 50% ભાગમાં અન્ય એલાઉન્સ સામેલ રહેશે. અગાઉ ઘણી કંપનીઓ બેસિક સેલરી ઓછી રાખીને ભથ્થાં વધારે આપતી હતી, પરંતુ હવે નવા નિયમથી PF અને ગ્રેચ્યુઈટીમાં વધારો થશે, જેના કારણે કર્મચારીઓની દર મહિને હાથમાં આવતી રોકડ(In-hand Salary)માં ઘટાડો થઈ શકે છે.

App Store

કોને અસર થશે અને કોને નહીં?

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નવું સેલરી સ્ટ્રક્ચર માત્ર એવા કર્મચારીઓ પર લાગુ થશે જેમની બેસિક સેલરી 15,000 રૂપિયાથી વધુ છે. જે કર્મચારીઓની બેસિક સેલરી 15,000 રૂપિયા કે તેથી ઓછી છે, તેમના પગાર માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને તેમની ઇન-હેન્ડ સેલરી ઘટશે નહીં. જોકે, જે કર્મચારીઓનો બેસિક પગાર 18,000 કે 20,000 રૂપિયાથી વધુ છે, તેમને આ 50%ના નિયમની અસર જોવા મળશે.

50,000 રૂપિયાના પગાર પર ગણતરી

જો તમારી કુલ સેલરી 50,000 રૂપિયા છે, તો અત્યાર સુધીના ગણિત મુજબ જો તમારી બેસિક સેલરી 20,000 રૂપિયા હોય, તો 12% લેખે 2,400 રૂપિયા પીએફ કપાતો હતો અને તમને 47,600 રૂપિયા ઇન-હેન્ડ મળતા હતા. પરંતુ નવા નિયમ મુજબ, હવે તમારી બેસિક સેલરી ફરજિયાત 25,000 રૂપિયા(કુલ પગારના 50%) થઈ જશે. આ સ્થિતિમાં 12% લેખે પીએફ કપાત વધીને 3,000 રૂપિયા થશે, પરિણામે તમારી ઇન-હેન્ડ સેલરી 600 રૂપિયા ઘટીને 47,000 રૂપિયા થઈ જશે.

લાંબાગાળે શું ફાયદો થશે?

ભલે દર મહિને મળતા પગારમાં થોડો ઘટાડો જણાય, પરંતુ આ ફેરફાર કર્મચારીઓના ભવિષ્ય માટે અત્યંત ફાયદાકારક છે. પીએફમાં વધુ રકમ જમા થવાથી નિવૃત્તિ સમયે મોટું ભંડોળ એકઠું થશે અને તેના પર સરકાર દ્વારા મળતું વાર્ષિક વ્યાજ પણ વધારે મળશે. આ ઉપરાંત, બેસિક સેલરી વધવાને કારણે કર્મચારીઓને મળતી ગ્રેચ્યુઈટીની રકમમાં પણ મોટો ઉછાળો આવશે, જે લાંબાગાળે આર્થિક સુરક્ષા પૂરી પાડશે.