Video: શેરબજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સમાં મોટો કડાકો

આજે ભારતીય શેરબજારમાં શરૂઆતની તેજી બાદ ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખુલ્યા હતા, પરંતુ ટ્રેડિંગ આગળ વધતાં બજારમાં મોટો કડાકો નોંધાયો હતો. સેન્સેક્સ અગાઉના 73 હજાર 852.90ના બંધ સ્તર સામે વધીને 74 હજાર 682.19ની ટોચે પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ ગગડીને 73 હજાર 356.71ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આમ, સેન્સેક્સમાં દિવસ દરમિયાન 1,326થી વધુ પોઈન્ટની ઉથલપાથલ જોવા મળી હતી. બીજી તરફ, નિફ્ટી પણ 23 હજાર 120.90ની ઊંચી સપાટીથી ઘટીને 22 હજાર 702.85 સુધી પહોંચી હતી. બજારમાં આ અચાનક આવેલા ઘટાડાને પગલે રોકાણકારોમાં ચિંતા જોવા મળી હતી.






