Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Smartphone price will come down? Mobile makers ask govt to reduce GST

સ્માર્ટફોનના ભાવમાં થશે ઘટાડો? મોબાઈલ મેકર્સે સરકાર પાસે GST ઘટાડવાની કરી મોટી માંગ

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સ્માર્ટફોનના ભાવમાં થશે ઘટાડો? મોબાઈલ મેકર્સે સરકાર પાસે GST ઘટાડવાની કરી મોટી માંગ
સોર્સ : gstv

દેશમાં મોબાઈલ ફોનની સ્થાનિક માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે મોબાઈલ ઉદ્યોગના અગ્રણી સંગઠન ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA)એ કેન્દ્ર સરકાર સમક્ષ મહત્વની માંગણી કરી છે. સંગઠને નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને મોબાઈલ ફોન અને તેના સ્પેરપાર્ટ્સ (Spare Parts) પર લાગતો GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની રજૂઆત કરી છે. સંગઠનનું કહેવું છે કે મેમરી ચિપ (Memory Chip)ના વધતા ભાવ અને ઊંચા ટેક્સને કારણે સ્માર્ટફોનની કિંમતોમાં મોટો વધારો થયો છે, જેના કારણે સામાન્ય ગ્રાહકો પર આર્થિક બોજ વધી રહ્યો છે.

App Store

મોબાઈલનું વેચાણ ઘટતાં ઉદ્યોગની ચિંતા વધી

ICEAના ચેરમેન પંકજ મોહિન્દ્રુએ સરકારને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ભારત મોબાઈલ ઉત્પાદન (Mobile Manufacturing) અને નિકાસના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. ભારત હાલમાં વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન મોબાઈલ ફોન દેશની સૌથી મોટી નિકાસ થતી ચીજવસ્તુઓમાં સામેલ રહ્યો હતો.

જોકે, બીજી તરફ દેશમાં મોબાઈલ ફોનની સ્થાનિક માંગ (Domestic Demand)માં ઘટાડો થઈ રહ્યો છે. ગ્રાહકો હવે જૂના ફોનને વધુ લાંબા સમય સુધી ચલાવી રહ્યા છે, જ્યારે બજેટ સ્માર્ટફોન (Budget Smartphone)ના વેચાણ પર પણ ભારે દબાણ જોવા મળી રહ્યું છે. સંગઠનનું માનવું છે કે જો સ્થાનિક માંગમાં વધારો નહીં થાય તો આગામી સમયમાં મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ પર તેની અસર પડી શકે છે.

GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની માંગ

ICEAએ સરકારને મોબાઈલ હેન્ડસેટ (Mobile Handset) તેમજ તેના સ્પેરપાર્ટ્સ પર GST ઘટાડીને માત્ર 5 ટકા કરવાની ભલામણ કરી છે. સંગઠનના મતે ટેક્સમાં ઘટાડો કરવામાં આવે તો સ્માર્ટફોનની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે અને તેના કારણે બજારમાં માંગ ફરી વધી શકે છે.

સંગઠનનું કહેવું છે કે મોબાઈલ હવે માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યો, પરંતુ શિક્ષણ, ઓનલાઈન બેન્કિંગ, ડિજિટલ પેમેન્ટ (Digital Payment), સરકારી સેવાઓ અને રોજગાર સહિત અનેક ક્ષેત્રો માટે જરૂરી બની ગયો છે. તેથી સ્માર્ટફોનની ઊંચી કિંમત સામાન્ય ગ્રાહકો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે.

ભારતમાં બનેલો iPhone પણ અમેરિકાથી મોંઘો

ICEAએ પોતાના પત્રમાં ભારતમાં ઉત્પાદિત iPhoneની કિંમતોનો પણ ઉલ્લેખ કર્યો છે. સંગઠનના જણાવ્યા અનુસાર ઊંચા ટેક્સ અને રૂપિયાના મૂલ્યમાં થયેલા ઘટાડાને કારણે ભારતમાં બનેલા iPhone પણ અમેરિકાની સરખામણીમાં નોંધપાત્ર રીતે મોંઘા વેચાઈ રહ્યા છે.

હાલમાં લોન્ચ થયેલી iPhone 18 સિરીઝ અને iPhone Duoના કેટલાક મોડલ્સ ભારતમાં અમેરિકાની તુલનામાં આશરે ₹40,000થી લઈને ₹1.15 લાખ સુધી વધુ મોંઘા હોવાનું સંગઠને જણાવ્યું છે. જો GST ઘટાડવામાં આવે તો ગ્રાહકોને સીધી રાહત મળી શકે છે.

ગ્રે માર્કેટ અને ટેક્સ ચોરી પર પણ અંકુશ આવશે

ICEAનું માનવું છે કે મોબાઈલ ફોન પર GST ઘટાડવાથી માત્ર ગ્રાહકોને જ નહીં પરંતુ સમગ્ર બજારને ફાયદો થઈ શકે છે. હાલ ઊંચી કિંમતના કારણે કેટલાક ગ્રાહકો સસ્તા ફોન મેળવવા માટે ગ્રે માર્કેટ (Grey Market) તરફ વળે છે. પરિણામે સત્તાવાર વેચાણ અને સરકારની કર આવકને પણ અસર થાય છે.

GST ઘટાડવાથી સત્તાવાર બજારમાં ફોનની કિંમત વધુ સ્પર્ધાત્મક બની શકે છે. ગ્રાહકો બિલ સાથે ફોન ખરીદવાનું પસંદ કરશે અને ટેક્સ ચોરી કરતા વિક્રેતાઓ પર પણ અંકુશ આવી શકે છે.

એક વર્ષમાં સ્માર્ટફોનના ભાવ 35થી 45 ટકા વધ્યા

મોબાઈલ ઉદ્યોગના સંગઠનના જણાવ્યા અનુસાર એપ્રિલ 2020માં મોબાઈલ ફોન પર GST 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારથી મોબાઈલ ફોન ગ્રાહકો માટે વધુ ખર્ચાળ બન્યા છે. ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં એન્ટ્રી-લેવલ (Entry-Level) અને બજેટ સ્માર્ટફોનની કિંમતોમાં આશરે 35થી 45 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

બીજી તરફ, ₹10,000થી ઓછી કિંમતના સ્માર્ટફોનનો બજાર હિસ્સો પણ ઝડપથી ઘટ્યો છે. હાલમાં આ સેગમેન્ટનો હિસ્સો 5 ટકાથી પણ ઓછો રહી ગયો છે. ઉદ્યોગનું માનવું છે કે GSTમાં ઘટાડો કરવામાં આવે તો સસ્તા સ્માર્ટફોનની ઉપલબ્ધતા વધશે અને સામાન્ય ગ્રાહકો માટે નવી ડિવાઇસ ખરીદવી ફરી સરળ બની શકે છે..