Gold Silver Price Today: સોના તેમજ ચાંદીમાં ફરી તેજી, જાણો મહાનગરોનો આજનો નવો ભાવ
Gold Silver Price Today: ઘરેલું વાયદા બજારમાં સોના તેમજ

Gold Silver Price Today: ઘરેલું વાયદા બજારમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં બુધવારે ગત સત્ર કરતાં વધુ તેજી જોવા મળી હતી.
ઘરેલું વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ બુધવારે ગત સત્રની સરખામણીએ તેજી જોવા મળી હતી. મલ્ટિ કોમોડિટી એક્સચેંજ એટલે કે, એમસીએક્સ ગોલ્ડ ડિસેમ્બરની વાયદા સવારે 9:49 વાગ્યાની આસપાસ 0.04 ટકા વધીને રૂપિયા 1,22,689 પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. એમસીએક્સ સિલ્વર ડિસેમ્બર કરાર એ સમયે 0.23 ટકાથી વધીને રૂપિયા 1,55,994 પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું.
અમેરિકી ફેડ રિઝર્વની ગત નીતિગત બેઠકની વિગત જાહેર થવા પર સૌની નજર છે. ફેડે પોતાની ઑક્ટોબરની પોલિસી બેઠકમાં વ્યાજ દરમાં 25 અંકનો કાપ કરી આને 3.75 ટકા કરી આને 3.75 ટકા 4.00 ટકાના રેન્જમાં કરી દીધું હતું. એવી આશા ફરી કરવામાં આવી રહી છે કે કેન્દ્રીય બેંક ડિસેમ્બરમાં ફરીથી વ્યાજ દરમાં કાપ કરી શકે છે. જો કે, ઘણું એ વાત પર નિર્મભર કરશે કે અમેરિકી શ્રમ બજારના આંકડા કેવી રીતે આવે છે.
દેશના મહાનગરોમાં સોનાનો હાજર ભાવ
મળતી માહિતી અનુસાર, 19 નવેમ્બરે દિલ્હીમાં સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 12,501, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 11,460 અને 18 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 9,378 છે.
બુધવારે કોલકાતામાં સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 12,486, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 11,445 અને 18 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 9,364 છે.
આજે, મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂપિયા 12,486, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 11,445 અને 18 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 9,364 છે.
ચેન્નાઈમાં આજે સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 12,564, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 11,500 અને 18 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 9,600 છે.
બેંગલુરુમાં આજે સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 12,486, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 11,445 અને 18 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ રૂપિયા 9,364 છે.








