Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Cold wave will break in Gujarat from this day, know the new forecast of the Meteorological Department

VIDEO: ગુજરાતમાં આ દિવસથી ઠંડી પર લાગશે બ્રેક , જાણો હવામાન વિભાગની નવી આગાહી

Timeછેલ્લું અપડેટ : 19 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ધીમેધીમે ઠંડીનો પગપેસારો વધી રહ્યો છે. જો કે, આમ છતાં છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. જો કે, આ દરમ્યાન હવામાન વિભાગે પવનની દિશા બદલાતા અને પૂર્વ દિશા તરફથી પવન ફુંકાતા હવે ગુજરાતમાં ઠંડીમાં બ્રેક લાગશે. આગામી ચાર દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. 

App Store

ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી હાડ થીજવતી ઠંડીમાં એકાએક વિરામ મૂકાય તેવી સ્થિતિ સર્જાશે. હવામાન વિભાગે 4 દિવસ પછી રાજ્યમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. પૂર્વ તરફના પવનો ફુંકાવા લાગતા ધીમે-ધીમે 2થી 3 ડિગ્રી તાપમાન વધશે. જેથી રાજ્યમાં ફુલ ગુલાબી ઠંડીમાં ઘટાડો થશે. કમોસમી વરસાદ પછી ગુજરાતમાં સતત ઠંડી પડતી આવી છે. જો કે, હવામાન વિભાગે પવનોની દિશા બદલવાની આગાહી કરી છે. જેથી આવતા 4 દિવસ બાદ ઠંડી ઘટશે. આજે રાજ્યમાં સૌથી ઠંડું શહેર કચ્છના નલિયામાં નોંધાયું છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાતા કચ્છવાસીઓ ઠંડીમાં થથર્યા હતા.