Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : VIDEO: Locals protested against the problem of illegal parking on the service road from Jhadeshwar Chowkdi to Narmada Chowkdi in Bharuch

 VIDEO: ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડીના સર્વિસ રોડ પર ગેરકાયદે પાર્કિંગની સમસ્યાથી ત્રાસી સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું

Timeછેલ્લું અપડેટ : 19 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ભરુચ જિલ્લાની ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા સામે રહીશો રસ્તા પર ઉતર્યા હતા. પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ. પોલીસે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યાના મુદ્દે  સ્થાનિક રહેવાસીઓ બપોર બાદ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરતા પોલીસે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.. 

App Store

ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર લાંબા વિસ્તારમાં મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલ્સ ઓપરેટર્સ પોતાની વાહનો રોંગ સાઇડ પર પાર્ક કરતા હોવાને કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે.તે ઉપરાંત, અનેક નોકરીયાતો પણ રોડ પર જ પોતાના દ્વિચક્રી વાહનો પાર્ક કરી દેતા માર્ગ સંકડો બની જાય છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અકસ્માતની શક્યતા પણ સતત મંડરાતી રહે છે. આ સમસ્યાને લઈને ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી  વિસ્તારની  8થી10 સોસાયટીના રહીશો બપોરે  એકત્ર થયા હતા.

રહેવાસીઓએ સર્વિસ રોડ પર પ્રતીકાત્મક રીતે જામ કરતા વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ કરી હતી. જેના પગલે કંપની બસોના કર્મચારીઓ અટવાયા હતા. જો કે આ બાબતની જાણ થતા સી.ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર સહિતનો કાફલો પહોંચ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.