Sensex today: IT અને PSU બેંક શેરોમાં તેજીને કારણે સેન્સેક્સ 513 પોઈન્ટ ઉછળ્યો; નિફ્ટી 26,000ને પાર

Sensex today: બુધવારે ભારતીય શેરબજારો શરૂઆતના ઘટાડા પછી ઝડપથી રિકવર થયા. PSU બેંક અને આઇટી શેરોમાં તેજીએ બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટીને ટેકો આપ્યો, જે 513 પોઈન્ટ વધીને બંધ થયા. નિફ્ટી 50 પણ 26,000 ની ઉપર બંધ થયો.
30 શેરો વાળા બીએસઈ સેન્સેક્સ 513 પોઈન્ટ અથવા 0.61% વધીને 85,186 પર બંધ થયા. દિવસ દરમિયાન, સેન્સેક્સ 85,236.99ની ઊંચી અને 84,525.98ની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 142.60 પોઈન્ટ અથવા 0.55% વધીને 26,052 પર બંધ થયો. દિવસ દરમિયાન, ઈન્ડેક્સ 26,074.65 જેટલો ઊંચો અને 25,856.20 જેટલો નીચો ટ્રેડ થયો.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
સેન્સેક્સ પેકમાં એચસીએલ ટેક, ઇન્ફોસિસ, ટીસીએસ, હિન્દુસ્તાન યુનિલિવર અને સન ફાર્મા સૌથી વધુ વધ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ પીવી, મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટ્સ સૌથી વધુ ઘટેલા શેરોમાં સામેલ હતા.
નિફ્ટી-50 કંપનીઓમાં સૌથી વધારે વધારો મેક્સ હેલ્થકેરમાં જોવા મળ્યો હતો, તેમાં 4.28 ટકાનો વધારો નોંધાયો હતો. આ પછી, એચસીએલ ટેકમાં 4.23 ટકા, ઈન્ફોસિસમાં 3.69 ટકા, વિપ્રોમાં 2.15 ટકા, ટીસીએસમાં 1.97 ટકાનો વધારો જોવા મળ્યો.
નિફ્ટી-50 કંપનીઓમાં સૌથી વધારે નુકસાન ટાટા મોટર્સ પીવીને થયું હતું અને તેમાં 2.82નો ઘટાડો થયો હતો. આ પછી, કોલ ઇન્ડિયા 1.28 ટકા, મારુતિ સુઝુકી 1.02 ટકા, બજાજ ફાઇનાન્સ 0.79 ટકા, હિન્ડાલ્કો 0.78 ટકા ઘટ્યા.
વ્યાપક બજારોમાં નિફ્ટી મીડ કેપ 100 ઈન્ડેક્સ 0.21 ટકા ઉપર હતો. જ્યારે નિફ્ટી સ્મોલ કેપ ઈન્ડેક્સ 0.43 નીચે રહ્યો. બજારે એકરીતે શાનદાર રીકવરી નોંધાવી હતી.
જિયોજિત ઈન્વેસ્ટમેન્ટ્સના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "ભારત-યુએસ વેપાર સોદા અંગે નવી આશાઓને કારણે બેન્ચમાર્ક સૂચકાંકોમાં તીવ્ર રિકવરી જોવા મળી હતી. વાણિજ્ય મંત્રીની સકારાત્મક ટિપ્પણીઓથી આ શક્ય બન્યું હતું.
મોટી કંપનીઓ એટલે કે લાર્જ કેપનીઓએ તેજીનું નેતૃત્વ કર્યું હતું. ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ ફરી જાગતા આઇટી ક્ષેત્રે સુધારો થયો. પીએસયુ બેંકોના મર્જરના સમાચાર અને ફંડામેન્ટલ્સમાં સુધારો થવાથી ફાયદો થયો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે બજાર આવતીકાલે આવનારા એફઓએમસી મિનિટ્સ પર નજર રાખી રહ્યું છે, જે ભવિષ્યની નીતિઓ વિશે કેટલાક સંકેત આપે તેવી અપેક્ષા છે.
વૈશ્વિક સંકેતો
એશિયાઈ બજારો પણ મિશ્ર રહ્યા. જાપાનનો નિક્કી 0.67% વધ્યો, ચીનનો સીએસઆઇ 300 0.38%ના વધારા સાથે ખુલ્યો, હોંગકોંગનો હેંગ સેંગ 0.09% વધ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.46% ઘટ્યો.
યુએસ બજારોમાં તીવ્ર વેચવાલી
ગઈકાલે યુએસ શેરબજારમાં ઘટાડો થયો. ટેકનોલોજી શેરોમાં નબળાઈ, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સંબંધિત શેરોમાં, રોકાણકારોને સાવધ કરી રહ્યા છે. ડાઉજોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.07% ઘટ્યો, S&P 500 0.83% ઘટ્યો, અને નાસ્ડેક 1.21% ઘટ્યો. એનવિડિયા આજે સાંજે ત્રિમાસિક પરિણામો જાહેર કરશે, જે બજારને પણ પ્રભાવિત કરી શકે છે.
મુખ્ય બોર્ડ પર, એક્સેલસોફ્ટ ટેક્નોલૉજીસની પ્રારંભિક જાહેર ઓફર આજે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે, જ્યારે ટેનેકો ક્લીન એરના શેર એક્સચેન્જ પર લિસ્ટેડ થશે. કેપિલરી ટેક્નોલોજીસ ઇન્ડિયાની પ્રારંભિક જાહેર ઓફર માટે ફાળવણી પણ આજે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. એસએમઇ ક્ષેત્રમાં, ગેલાર્ડ સ્ટીલની પ્રારંભિક જાહેર ઓફર આજે ખુલશે

