Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : VIDEO: A class 7 student from Ankleshwar school won third place by creating music with two pieces of tiles at an art festival

VIDEO: અંકલેશ્વરની શાળામાં ધો.7ના વિદ્યાર્થીએ ટાઈલ્સના બે ટુકડાથી કલા ઉત્સવમાં સંગીતના સૂર રેલાવી ત્રીજું સ્થાન મેળવ્યું

Timeછેલ્લું અપડેટ : 19 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ગોયા બજારમાં આવેલી નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 7ના વિદ્યાર્થી દેવ વસાવાએ ટાઈલ્સના બે ટુકડાઓ વડે સંગીતના સૂર  રેલાવી શાળાનાં શિક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે. ગતરોજ યોજાયેલી ક્લાકુંભ પ્રતિસ્પર્ધામાં સંગીત વાદ્ય વર્ગમાં પોતાની અનોખી કલાકારીથી સૌને અચંબિત કરી દીધા હતા. ટાઈલ્સના બે ટુકડાઓ વડે સંગીતના સૂર રેલાવી સૌને ડોલાવી દીધા બાદ તેણે તૃતીય સ્થાન હાંસલ કર્યું હતુ.

App Store

રાજસ્થાનમાં પરંપરાગત રીતે આવી રીતના લોકકલાકારો સંગીત પ્રસ્તુત કરતા હોય છે, જ્યારે દેશની ટ્રેનોમાં પણ આવા ટાઈલ્સ-વાદન દ્વારા ફિલ્મી ગીતો ગાઈ રોજગારી મેળવનારા  કલાકારો આપણુ ધ્યાન આકર્ષતા હોય છે.વર્તમાન સમયમાં ઈલેકટ્રોનિક વાદ્યો થકી સંગીત બનતુ હોય છે ત્યારે અંકલેશ્વરની ગોયા બજારમાં ચાની લારી થકી પરિવારનું ગુજરાન ચલાવતા અજય વસાવાનો પુત્ર 13 વર્ષીય દેવ વસાવા પોતાની જાતે ટાઇલ્સના ટુકડા વડે સંગીત  શીખીને પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી

અંકલેશ્વરની ગોયાબજારની કુમાર શાળામાં ધોરણ  ૭માં અભ્યાસ કરતા દેવ અજય વસાવાએ જ પરંપરાને નવો આકાર આપતા ટાઇલ્સના ટુકડાઓથી સર્જનાત્મક પ્રયોગ કરી પોતાની પ્રતિભા ને ઉજાગર કરી હતી . હાથ વચ્ચે બે ટાઇલ્સના ટુકડાને  તાલબદ્ધ રીતે વગાડતો જોઈ ને શાળાના શિક્ષકો આશ્ચર્ય ચકિત થયા હતા, અને દેવ વસાવાને  કલા ઉત્સવમાં ભાગ લેવા જણાવતા તેણે  ગતરોજ યોજાયેલી ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લીધો હતો એ તેણે પોતાની આ કલા પ્રસ્તુત કરતા નિર્ણાયકોએ પણ લુપ્ત થતા લોકવાદ્યની સ્પર્ધામાં તેને તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહિત કર્યો હતો. દેવ વસાવા એ ત્રીજો ક્રમ હાંસલ કરતા શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેની કલાને બિરદાવી હતી.