ગોલ્ડ ETF AUM નવ મહિનામાં થઈ બમણી, એક લાખ કરોડને પાર વટાવ્યો આંકડો
ઊંચા રોકાણ આંકડા અને સોનાના ભાવમાં સતત વધારાને કારણે ગોલ્ડ ઈટીએફની વ્યવસ્થા હેઠળની સંપત્તિ

ઊંચા રોકાણ આંકડા અને સોનાના ભાવમાં સતત વધારાને કારણે ગોલ્ડ ઈટીએફની વ્યવસ્થા હેઠળની સંપત્તિ (એયુએમ) પહેલી વાર રૂ. એક લાખ કરોડને વટાવી ગઈ છે. જાન્યુઆરી 2025માં, એયુએમ પહેલી વાર રૂ 50,000 કરોડને વટાવી ગઈ છે જે નવ મહિનામાં બમણી થઈ ગઈ હતી.
ઓક્ટોબર દરમિયાન સોના અને ચાંદીના એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં મજબૂત રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો, ઓક્ટોબરમાં ગોલ્ડ ઈટીએફ એ અંદાજે રૂ. 7,800 કરોડ આકર્ષ્યા હતા, જે સપ્ટેમ્બરમાં જોવા મળેલા રેકોર્ડ રૂ. 8,363 કરોડના રોકાણ પ્રવાહની નજીક છે.
ચાંદીના ઈટીએફમાં પણ ગયા મહિને મજબૂત રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો. છેલ્લા બે મહિનાના એયુએમ અને વળતરના ડેટાની સરખામણી દર્શાવે છે કે આ શ્રેણીએ ઓક્ટોબરમાં રૂ.4,300 કરોડનું રોકાણ આકર્ષ્યું હતું. આ અગાઉના વલણો કરતાં વધુ હોવા છતાં, તે સપ્ટેમ્બરમાં રૂ. 5,342 કરોડના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર કરતાં નોંધપાત્ર રીતે નીચો છે.
નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર સોના અને ચાંદીના ઈટીએફ માટે બીજો મજબૂત મહિનો હતો. આ કિંમતી ધાતુઓના સાધનોમાં રોકાણ કરવા માટે નિયમિત, પારદર્શક, સલામત અને સુલભ માર્ગ માટે રોકાણકારોની વધતી પસંદગીને પ્રતિબિંબિત કરે છે. તે નાણાકીય અને ઔદ્યોગિક સંપત્તિ તરીકે સોનાની વ્યૂહાત્મક ભૂમિકા અને ચાંદીની વધતી જતી સુસંગતતાને પણ પ્રકાશિત કરે છે.
ઓક્ટોબરમાં ચાંદીના ઈટીએફની એયુએમ રૂ. 42,500 કરોડ હતું, જે આ વર્ષે જાન્યુઆરીથી ત્રણ ગણું વધ્યું છે. મહિનાના બીજા ભાગમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં, મજબૂત ઈટીએફ પ્રવાહ ચાલુ રહ્યો હતો.
3 નવેમ્બર સુધીમાં, ભારતમાં સોનાના ભાવ 17 ઓક્ટોબરના તેમના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી 6.5% નીચે હતા. ચાંદીના ભાવ ૧૪ ઓક્ટોબરના રોજ પ્રતિ કિલોગ્રામ રૂ. 1.8 લાખના તેમના ઉચ્ચતમ સ્તરથી 16 ટકા ઘટયા છે.








