અદાણીની કંપની ગેસ યુનિટ માટે વિદેશી બેંકો પાસેથી લોન લેશે, 60 કરોડ ડોલર એકત્ર કરવાની યોજના
એશિયાના બીજા નંબરના સૌથી અમીર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી ટોટલ પ્રાઇવેટ લિમિટેડ પોતાના ગેસ

એશિયાના બીજા નંબરના સૌથી અમીર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી ટોટલ પ્રાઇવેટ લિમિટેડ પોતાના ગેસ યુનિટ માટે 60 કરોડ ડોલર એકત્ર કરવાની યોજના ઘડી રહી છે. બ્લૂમબર્ગે જાણકારી આપતા જણાવ્યું કે, કંપની ફંડ માટે વિદેશી બેંકો સાથે વાતચીત કરી રહી છે.
બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે અદાણી ટોટલ ધામરા એલએનજી ટર્મિનલ માટે આ રકમ એકત્ર કરવા માંગે છે. લોનનો સમયગાળો ત્રણથી પાંચ વર્ષનો હોઈ શકે છે, જેની કિંમત સિક્યોર્ડ ઓવરનાઈટ ફાઇનાન્સિંગ રેટ સાથે જોડાયેલી છે.
લોનની પ્રક્રિયા આગામી 2 મહિનામાં પૂર્ણ થઈ શકે
પોર્ટથી પાવર સેક્ટર સુધી વ્યાપાર કરતી કંપની ક્રેડિટ એગ્રીકોલ, ડીબીએસ બેંક લિમિટેડ, બીએનપી પરિબાસ, Mitsubishi UFJ Financial Group Inc. અને મિઝુહો બેંક લિમિટેડ સાથે વાતચીત કરી રહી છે. આ પ્રક્રિયા આગામી 2 મહિનામાં પૂર્ણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષની શરૂઆતમાં અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રૂપ રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવી રહ્યું છે.






