મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Foreign exchange: વિદેશી હૂંડિયામણમાં થયો ફેરફાર, આટલા અબજ ડોલર પર પહોંચ્યું, જાણો કેટલો સ્વર્ણ ભંડાર છે?

Foreign exchange: દેશમાં તાજેતરમા

Foreign exchange: વિદેશી હૂંડિયામણમાં થયો ફેરફાર, આટલા અબજ ડોલર પર પહોંચ્યું, જાણો કેટલો સ્વર્ણ ભંડાર છે?

Foreign exchange:  દેશમાં તાજેતરમાં જીએસટી દરોમાં ફેરફાર બાદ અને આરબીઆઈ પોલિસી બાદ વિદેશી હૂંડિયામણને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાંભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરેલા ડેટામાં બહાર આવ્યું છે.કે દેશમાં વિદેશી હૂંડિયામણ અનામત એ તેની કેન્દ્રીય બેંક દ્વારા રાખવામાં આવેલી વિદેશી ચલણ અને સોના જેવી સંપત્તિમાં મોટો ફેરફાર થયો છે.

ગત અઠવાડિેયે 396 મિલિયનનો ઘટાડો થયો 

ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 26 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 2.334 બિલિયન ડોલર ઘટીને 700.236 બિલિયન ડોલર થયો હતો. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ શુક્રવારે જાહેર કરેલા આંકડામાં આ માહિતી આપી હતી. RBIના જણાવ્યા અનુસાર, અગાઉ, પાછલા સપ્તાહમાં 396 મિલિયન ડોલરનો ઘટાડો થયો હતો

અને વિદેશી હૂંડિયામણ ભંડાર 702.57 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો હતો. મળતી માહિતી અનુસાર, રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે 26 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી ચલણ સંપત્તિ, જે અનામતનો મુખ્ય ઘટક છે, 4.393 બિલિયન ડોલર ઘટીને 581.757 બિલિયન ડોલર થઈ ગઈ છે.
 
દેશમાં સોનાનો ભંડાર કેટલો છે?
મળતી માહિતી અનુસાર, ડોલરમાં વ્યકત વિદેશી સંપત્તિઓમાં યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન-અમેરિકન ચલણોના મૂલ્યમાં વધઘટની અસર પણ શામેલ છે, જે વિદેશી વિનિમય અનામતમાં રાખવામાં આવે છે. જોકે, આ સમયગાળા દરમિયાન સોનાનો ભંડાર 2.238 બિલિયન ડોલર વધીને 95.017 બિલિયન ડોલર થયો છે,

કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું. સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDRs) પણ 90 મિલિયન ડોલર ઘટીને 18.789 બિલિયન ડોલર થયો છે.આ સમયગાળા દરમિયાન, IMF સાથે ભારતની અનામત સ્થિતિ પણ 89 મિલિયન ડોલર ઘટીને 4.673 બિલિયન ડોલર થઈ છે,ડેટા દર્શાવે છે.

વિદેશી હૂંડિયામણ શું છે?
ઉલ્લેખનીય છે કે, દેશમાં વિદેશી હૂંડિયામણ વિદેશી નાણા અને સોના જેવી સંપત્તિ છે જે તે દેશની કેન્દ્રીય બેંક પોતાની પાસે રાખે છે. આનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ચુકવણી, નાણાને સ્થિર રાખવા અને દેશની આર્થિક સ્થિરતા દર્શાવવા માટે કરવામાં આવે છે. આ ભંડાર એવું નક્કી કરે છે કે દેશની વિદેશી મુદ્રા લેવડ-દેવડ કરવા અથવા ચુકવણી સંતુલન નુકસાન રોકવા પૂરતી તરલતા ઉપલબ્ધ હોય. આનું આર્થિક મહત્ત્વ દેશની સ્થિતિ પ્રમાણે બદલતું રહે છે. એક કેન્દ્રીય બેંક પોતાના વિદેશી મુદ્રા ભંડારનો ઉપયોગ વિદેશી નાણા બજારમાં દખલગીરી કરવા અને પોતાના નાણા વિનિયમ દરને પ્રભાવિત કરવા કરી શકે છે.

આ સમાચાર શેર કરો