અલનીનોનો કૃષિ ક્ષેત્રે મોટો માર! 2026માં પાક ઉત્પાદન ઘટ્યું, 2027માં પણ ભાવ અને ઉત્પાદન પર અસરની ભીતિ

દેશમાં તથા વૈશ્વિક સ્તરે આ વર્ષે ૨૦૨૬માં કૃષી ક્ષેત્રમાં અલનીનોની ઈમ્પેક્ટ જોવા મળી છે તથા આની અસર ૨૦૨૭ના નવા વર્ષમાં પણ જોવા મળશે એવી શક્યતા હવામાન તજજ્ઞાો બતાવી રહ્યા છે. આના પગલે કૃ ષિ બજારોમાં અજંપો પણ જોવા મળ્યો છે. દરમિયાન, અલનીનોના પગલે ભારતમાં ૨૦૨૬ના વર્ષમાં ચોમાસાની ચાલ અનિયમિત જોવા મળી છે તથા વરસાદ અપેક્ષાથી ઓછો નોંધાયો છે. આની અસર ખરીફ પાકો ઉપરાંત રવિ મોસમમાં લેવાતા પાકો પર પણ દેખાવાની ભીતી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ખરીફ મોસમમાં વિવિધ કૃષી ચીજોનું ઉત્પાદન અપેક્ષાથી ઓછું થતા ખરીફ મોસમના કૃષી ઉત્પાદનોના બજાર ભાવ સરકારના ટેકાના ભાવથી એકંદરે ઉંચા રહ્યા હોવાનું બજારોના સૂત્રોએ જણાવ્યું હતું.
રવિ પાકોના કૃષી ઉત્પાદનોના બજાર ભાવ ટેકાના ભાવથી ઉંચા
ચણા તથા ઘઉં જેવા રવિ પાકોના કૃષી ઉત્પાદનોના બજાર ભાવ પણ ટેકાના ભાવથી ઉંચા જોવા મળ્યા હતા. જોકે સિંગદાણાના બજાર ભાવ ટેકાના ભાવથી નીચા જોવા મળ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. અલનીનોના પગલે વરસાદની ચાલ સંતાકૂકડી જેવી નિવડી છે તથા વિવિધ ખરીફ પાકની હેકટરદીઠ પેદાશ પાછલા વર્ષની સરખામણીએ ઓછી જોવા મળી છે. તૂવેરના ટેકાના ભાવ કિવ.ના રૂ.૮૪૫૦ હતા જ્યારે બજાર ભાવ રૂ.૧૦૭૩૬ તાજેતરમાં નોંધાયા હતા. આજ રીતે મગના ટેકાના ભાવ રૂ.૮૭૮૦ જ્યારે બજાર ભાવ રૂ.૮૮૦૧ રહ્યા હતા. અડદના ટેકાના ભાવ રૂ.૮૨૦૦ જ્યારે તેની સામે બજાર ભાવ રૂ.૮૮૫૩ રહ્યા હતા.
જુવારના ટેકાના ભાવ રૂ.૪૦૨૩, બજાર ભાવ રૂ.૪૮૨૮ નોંધાયા
જુવારના ટેકાના ભાવ રૂ.૪૦૨૩ તથા બજાર ભાવ રૂ.૪૮૨૮ નોંધાયા હતા. ડાંગર (ચોખા)ના ટેકાના ભાવ સપોર્ટ પ્રાઈસ રૂ.૨૪૬૧ રહ્યા હતા જ્યારે તેની સામે બજાર ભાવ મંડીઓમાં રૂ.૨૬૭૪ બોલાઈ રહ્યા હતા. જોકે બાજરીના ટેકાના ભાવ રૂ.૨૯૦૦ રહ્યા હતા તેની સામે બજાર ભાવ નીચા રૂ.૨૬૬૦ બોલાઈ રહ્યા હતા. સિંગદાણાના ટેકાના ભાવ રૂ.૭૫૧૭ તથા બજાર ભાવ રૂ.૬૪૪૧ તાજેતરમાં રહ્યા હતા. સોયાબીનના ટેકાના ભાવ રૂ.૫૭૦૮ તથા બજાર ભાવ રૂ.૬૬૭૧ રહ્યા હતા.
ખેડૂતોને ટેકાના ભાવ કરતા બજાર ભાવ ઉંચા મળ્યા
મકાઈના ટેકાના ભાવ રૂ.૨૪૧૦ તથા બજાર ભાવ રૂ.૨૮૩૯ રહ્યા હતા. કપાસના ટેકાના ભાવ રૂ.૮૬૬૭ તથા બજાર ભાવ રૂ.૮૯૯૪ બોલાઈ રહ્યા હતા. દેશના કૃષિ મંત્રાલયના ભૂતપૂર્વ સચીવના જણાવ્યા મુજબ ટેકાના ભાવ કરતા મોટાભાગના કૃષી પાકોના બજાર ભાવ ઉંચા રહ્યા હતા. જોકે મગ તથા બાજરીમાં બેસ્ટ વેરાઈટીના ટેકાના ભાવ કરતાં બજાર ભાવ નીચા રહ્યા હોવાનું કિસાન મહાપંચાયત, જયપુરના અધ્યક્ષે જણાવ્યું હતું.
ખેડૂતોને ટેકાના ભાવ કરતા બજાર ભાવ ઉંચા મળ્યા છે. પરંતુ સામે કૃષી પેદાશ ઘટી છે. અડદનો પાક ૧૫ લાખ ટન આવવાનો અંદાજ શરૂઆતમાં મુકાતો હતો પરંતુ અલનીનો તથા વરસાદની અનિયમિત ચાલના કારણે અડદનું ઉત્પાદન હકીકતમાં ઘટી હવે ૮થી ૯ લાખ ટન આસપાસ અંદાજાતું થતું હોવાનું કૃષી તજજ્ઞાોએ તાજેતરમાં જણાવ્યું હતું.
તૂવેરના ભાવ હજી ઉંચા રહી શકે છે
મકાઈના ભાવ તાજેતરમાં ૪થી ૫ સપ્તાહમાં ૩૦થી ૪૦ ટકા ઉંચકાયા હતા. ઘણા કૃષી ઉત્પાદનોમાં બજાર ભાવ હજી વધુ ઉંચા મળશે એવી આશાએ ઘણા ખેડૂતો કૃષી માલોનો સ્ટોક પોતાની પાસે સંગ્રહી રાખે છે તથા બજારમાં આવો જથ્થો ઓછો લાવી રહ્યાની ચર્ચા પણ કૃષી મંડીઓમાં સંભળાઈ રહી હતી. તૂવેરના ભાવ હજી ઉંચા રહેવાની ગણતરી જાણકારો બતાવતા હતા જ્યારે ડાંગરની આવકો વધશે ત્યારે ડાંગરના ભાવ નીચા આવવાની ગણતરી પણ તજજ્ઞાો દર્શાવી રહ્યા હતા. રૂમાં ડયુટી ફ્રી ઈમ્પોર્ટ વધી છે તેથી ભાવ ઘટવાનું અનુમાન બજારના સૂત્રો બતાવી રહ્યા હતા. દરમિયાન, ૨૦૨૭ના નવા વર્ષમાં પણ વૈશ્વિક સ્તરે કૃષી ક્ષેત્રે અલનીનોની અસર દેખાવાની ભીતી વિશ્વબજારના નિષ્ણાતો બતાવી રહ્યા હતા.










