અનિલ અંબાણીને EDનું સમન્સ, 14 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા
EDએ રિલાયન્સ ADA ગ્રુપના પ્રમુખ અનિલ અંબાણીને 14 નવેમ્બરે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. કથિત મની લોન્ડરિ

EDએ રિલાયન્સ ADA ગ્રુપના પ્રમુખ અનિલ અંબાણીને 14 નવેમ્બરે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. કથિત મની લોન્ડરિંગ કેસમાં તેની પૂછપરછ કરવામાં આવશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને કથિત બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં આવતા અઠવાડિયે ફરી પૂછપરછ માટે બોલાવ્યા છે. ઓગસ્ટમાં ફેડરલ તપાસ એજન્સી દ્વારા 66 વર્ષીય બિઝનેસમેનની પૂછપરછ કરવામાં આવી હતી.
ભારતીય સ્ટેટ બેંક (SBI)માં કથિત બેંક લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે અનિલ અંબાણીને 14 નવેમ્બરે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. એજન્સીએ તાજેતરમાં અંબાણી જૂથની કંપનીઓ સામે તપાસના ભાગરૂપે રૂ. 7,500 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
3 નવેમ્બરના રોજ કેન્દ્રીય તપાસ એજન્સીએ અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓની લગભગ 7500 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. EDએ આ કાર્યવાહી ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 120-B, 406 અને 420 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1989ની કલમ 13(1)(d) સાથે વાંચેલી કલમ 13(2) હેઠળ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધાયેલી FIRના આધારે કરી હતી.
આ પછી, અનિલ અંબાણી જૂથની લિસ્ટેડ કંપનીઓએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અટેચ કરવામાં આવેલી મોટાભાગની સંપત્તિ રિલાયન્સ કોમ્યુનિકેશનની છે.જૂથે જણાવ્યું હતું કે કંપની હાલમાં રિઝોલ્યુશન પ્રોફેશનલ (RP) અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC)ના નિયંત્રણ હેઠળ છે.








