ડીઝલ વેચાણ પર ગરમીની અસર, 1થી 15 જૂનમાં 4 ટકા સુધીનો થયો ઘટાડો
દેશના કેટલાક રાજ્યોમાં ભયંકર ગરમીના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. જોકે, ગરમીની અસર માત્ર માણસો સુધી મર્યાદિત નથી. ગરમીના કારણ

દેશના કેટલાક રાજ્યોમાં ભયંકર ગરમીના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. જોકે, ગરમીની અસર માત્ર માણસો સુધી મર્યાદિત નથી. ગરમીના કારણે અનેક પ્રકારના ધંધા-રોજગારોને અસર થઈ છે. ત્યારે દેશમાં સૌથી વધુ વપરાશમાં આવતા ડીઝલના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરતા વેચાણમાં વધારો થવાની સંભાવના હતી. પણ પરિણામ ઊલટું આવ્યું.
1 થી 15 જૂન દરમિયાન ડીઝલનું વેચાણ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 3.9 ટકા ઘટીને 39.5 લાખ ટન થયું હતું. દેશમાં સૌથી વધુ વપરાશમાં આવતા ઈંધણની માંગ એપ્રિલમાં 2.3 ટકા અને માર્ચમાં 2.7 ટકા ઘટી હતી. જ્યારે મે મહિનામાં 1.1 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
ભાવમાં ઘટાડો કરીને પણ કોઈ ફાયદો થયો નથી
ચૂંટણી પ્રચાર, ઉનાળાની લણણીની મોસમ અને તીવ્ર ગરમીના કારણે વાહનોમાં એસીની માંગ વધતા ઈંધણનો વપરાશ વધવો જોઈએ. જોકે, આ વર્ષે પરિણામ આવા તમામ વલણોથી વિપરીત આવ્યું છે. તમને જણાવી દઈએ કે લગભગ બે વર્ષ બાદ માર્ચના મધ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.






