Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : claim pf without aadhar card

આ ખાસ કેટેગરીના કર્મચારીઓ આધાર વિના જ PF ક્લેમ કરી શકશે

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2024
લાઇવ ટીવીGoogle News
આ ખાસ કેટેગરીના કર્મચારીઓ આધાર વિના જ  PF ક્લેમ કરી શકશે

EPFOએ PF ક્લેમ મુદ્દે ફરી નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે PF ક્લેમ કરવા માટે આધાર કાર્ડની જરૂર રહેશે નહીં. પરંતુ આ નિયમ તમામ કર્મચારીઓ માટે લાગુ નહીં થાય, અમુક ખાસ કેટેગરીના સભ્યો માટે જ છે. આ છૂટ અમુક કેટેગરીના કર્મચારીઓ માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ને આધાર સાથે લિંક કરાવવાની મંજૂરીમાં છૂટના ભાગરૂપે છે. આ પગલાંથી જે કર્મચારીઓ માટે આધાર નંબર લેવો મુશ્કેલ છે અથવા સંજોગોવશ આધાર જેવા ડોક્યુમેન્ટ મળી રહ્યા નથી, તેઓને લાભ થશે.

App Store

કોને મળશે છૂટ?

EPFO હેઠળ નોંધાયેલા આંતરરાષ્ટ્રીય કર્મચારીઓને આ ફેરફાર હેઠળ મુક્તિ આપવામાં આવી છે. તેમાં એવા પણ કર્મચારીઓ સામેલ છે કે, જેઓ ભારતમાં કામ કર્યા બાદ પોતાના દેશ પરત ફર્યા હોય અને આધાર મેળવી શકવા સક્ષમ નથી. તદુપરાંત, આ અંતર્ગત વિદેશી નાગરિકતા ધરાવતા ભારતીયો, કાયમી ધોરણે વિદેશ ગયેલા ભૂતપૂર્વ ભારતીય નાગરિકો અને નેપાળ અને ભૂટાનના નાગરિકોને પણ મુક્તિ આપવામાં આવી છે.