મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

કેશલેસ ક્લેમના નિયમોમાં થયો ફેરફાર, IRDAIના નિર્ણયથી તમને આ રીતે થશે ફાયદો 

ઇરડાએ (આઇઆરડીએઆઇ) બુધવારે આરોગ્ય વીમા પર નવો પરિપત્ર જારી કરતાં સ્પષ્ટ કરી દીધું છે કે વીમા કંપનીએ વિનંતીના એક જ કલાકની અંદર

કેશલેસ ક્લેમના નિયમોમાં થયો ફેરફાર, IRDAIના નિર્ણયથી તમને આ રીતે થશે ફાયદો 

ઇરડાએ (આઇઆરડીએઆઇ) બુધવારે આરોગ્ય વીમા પર નવો પરિપત્ર જારી કરતાં સ્પષ્ટ કરી દીધું છે કે વીમા કંપનીએ વિનંતીના એક જ કલાકની અંદર કેશલેસ સારવારની મંજૂરી અંગે નિર્ણય લેવો પડશે. ઇરડાએ એક નિવેદનમા જણાવ્યું હતું કે આરોગ્ય વીમા ઉત્પાદનો પરના નવા માસ્ટર પરિપત્રએ પહેલા જારી કરવામાં આવેલા પંચાવન પરિપત્રને રદ કરી દીધા છે અને આ પોલિસી ધારકોના સશક્તિકરણ અને સમાવેશક આરોગ્ય વીમાને મજબૂત કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે. 

વીમા નિયમનકારે જણાવ્યું હતું કે પરિપત્રમાં વીમા ધારક માટે ઉપલબ્ધ આરોગ્ય વીમા નીતિમાં પાત્રતાને તેના સરળ સંદર્ભ માટે  એક જ સ્થાન પર લાવવામાં આવી છે. તેની સાથે આરોગ્ય વીમો ખરીદવા માટે પોલિસી ધારકને નિર્વિરોધ, ઝડપી દાવા અનુભવ પ્રદાન કરવા તથા આરોગ્ય વીમાના ક્ષેત્રમાં ઉન્નત માપદંડોને સુનિશ્ચિત કરવાના ઉપાય પર ભાર મૂક્યો છે. 

તેમા કહેવામાં આવ્યું છે કે કેશલેસ ઓથોરિટીના અનુરોધો પર તરત જ એક કલાકની અંદર નિર્ણય લેવો અને હોસ્પિટલની વિનંતીના પગલે હોસ્પિટલમાંથી રજા મળ્યાના ત્રણ કલાકની અંદર અંતિમ સેટલમેન્ટ કરવું પડશે. 

હેલ્થ ઇન્સ્યોરન્સમાં કેશલેસ ચૂકવણીમાં પહેલાં ઘણા અવરોધોનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ રિકવેસ્ટ મળ્યાના ત્રણ કલાકની અંદર જ વીમા કંપનીએ કેશલેશ ચૂકવણીની પ્રક્રિયા પૂરી કરવી પડશે. 29 મે 2024ના રોજ વીમા નિયમનકાર ઇરડા દ્વારા જારી કરવામાં આવેલા સરક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે વીમા ધારકને ડિસ્ચાર્જ રિકવેસ્ટ મળ્યાના ત્રણ કલાકની અંદર તેના દ્વારા કરવામાં આવેલા કેશલેસ ક્લેસમની ચૂકવણી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીએ કરવી પડશે. 

આમ કોઈપણ સ્થિતિમાં વીમાધારકે હોસ્પિટલમાંથી રજા મળવા સુધીની રાહ જોવી નહીં પડે. હવે જો ત્રણ કલાકથી વધારે વિલંબ થાય છે અને આવી સ્થિતિમાં હોસ્પિટલમાંથી કોઈ ચાર્જ લેવામાં આવે છે તો કોઈપણ વધારાનો ચાર્જ વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવશે. 

આ સમાચાર શેર કરો