મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

વીમા ક્ષેત્રમાં આવશે મોટો બદલાવ! કેન્દ્ર સરકારે FDI માટેના બિલને આપી મંજૂરી

વીમા ક્ષેત્રમાં 100% વિદેશી રોકાણ એટલે કે એફડીઆઇ માટે એક બિલને કેન્દ્ર સરકારની ક

વીમા ક્ષેત્રમાં આવશે મોટો બદલાવ! કેન્દ્ર સરકારે FDI માટેના બિલને આપી મંજૂરી

વીમા ક્ષેત્રમાં 100% વિદેશી રોકાણ એટલે કે એફડીઆઇ માટે એક બિલને કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. હાલમાં વીમા ક્ષેત્રમાં એફડીઆઇની મર્યાદા 74 ટકા છે જે હવે 100 ટકા કરી દેવામાં આવી છે. આ સાથે જ વસતી ગણતરી પ્રક્રિયા માટે રૂ. 11,718 કરોડના બજેટને પણ મંજૂર કરાયું છે. વસતી ગણતરી પ્રક્રિયાની શરૂઆત એપ્રીલ 2026 એટલે કે આગામી વર્ષે જ થઇ જશે જે ફેબુ્રઆરી 2027 સુધી ચાલશે. 

બે તબક્કામાં થશે વસ્તી ગણતરી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે બે તબક્કામાં વસતી ગણતરી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઘરોનું લિસ્ટિંગ અને ગણતરી કરવામાં આવશે જે આગામી વર્ષે એપ્રીલ મહિનાથી શરૂ થશે અને સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યારે બીજા તબક્કામાં વસતી ગણતરી કરાશે, જે  ફેબુ્આરી 2027માં હાથ ધરાશે. આ સમગ્ર પ્રક્રિયા માટે રૂ. 11,718 કરોડ મંજૂર કરાયા છે. શુક્રવારે કેબિનેટની બેઠકમાં અન્ય કેટલાક નિર્ણયો પણ લેવાયા છે. 

નાણામંત્રીએ 100 ટકા એફડીઆઈને આપી મંજૂરી

જેમાં વીમા ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી માટેના બિલનો પણ સમાવેશ થાય છે. જેનો ઉદ્દેશ્ય વીમા સેક્ટરમાં વધુમાં વધુ નાણા લાવવાનો, પ્રતિસ્પર્ધા વધારવાનો, ગ્રાહક સેવાને મજબૂત કરવાનો છે. કેન્દ્રીય મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે 100 ટકા એફડીઆઇથી વીમા ક્ષેત્રમાં બહુ મોટો બદલાવ આવશે. આ શીયાળુ સત્ર દરમિયાન સંસદમાં વીમા કાયદા (સુધારા) બિલ 2025ને રજુ કરવામાં આવી શકે છે. નાણા મંત્રાલયે વીમા ક્ષેત્રમાં અન્ય કેટલાક સુધારાનો પણ નિર્ણય લીધો છે. નાણામંત્રી નિર્મલાસિતારમણે આ વર્ષે જ બજેટમાં વીમા ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઇની જાહેરાત કરી હતી. જેનો હવે અમલ થવા જઇ રહ્યો છે. 

સરકારે બિન-વીમા કંપનીને વીમા કંપનીમાં ભેળવવાી આપશે છૂટ

વીમા ક્ષેત્રમાં હાલ પણ એફડીઆઇ છે જેણે અત્યાર સુધીમાં 82,000 કરોડ રૂપિયા મેળવ્યા છે. સરકાર બિન-વીમા કંપનીને વીમા કંપનીમાં ભેળવવાની પણ છૂટ આપશે, સાથે જ પોલિસીહોલ્ડર ફન્ડ તૈયાર કરવાનો પણ નિર્ણય લેવાયો છે. આ બિલમાં કંપનીના પદોને લઇને પણ કેટલીક જોગવાઇ છે જેમ કે ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર કે સીઇઓ ભારતીય નાગરિક જ રહેશે. વસતી ગણતરીને લઇને જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં હાલ સમગ્ર પ્રક્રિયા માટે રૂ. 11,718 કરોડની ફાળવણી, વસતી ગણતરીની સમગ્ર પ્રક્રિયા માટે 30 લાખ લોકોની મદદ લેવામાં આવશે. આ સાથે જ સિવિલ ન્યૂક્લીયર પાવર સેક્ટરમાં ખાનગી રોકાણકારોને તક આપતા બિલને પણ મંજૂરી આપવામાં આવી છે. ભારત 2047 સુધીમાં એટમિક એનર્જી ક્ષમતા વધારીને 100 જીડબલ્યુ કરવા માગે છે.    

આ સમાચાર શેર કરો