બેંક ખાતામાં Negative Balance ક્રેડિટ સ્કોર બગાડી શકે કે નહિ? જાણો તમારી આ મૂંઝવણનો જવાબ
દરેક લોકોને એક જ ચિંતા રહેતી હોય છે કે તેમનો Credit Sco

દરેક લોકોને એક જ ચિંતા રહેતી હોય છે કે તેમનો Credit Score હંમેશા સારો જ રહે અને બને તેટલુ Negative Score ના બને તેવા પ્રયાસો લોકો કરતાં હોય છે. પણ શું તમારા બેંક ખાતામાં ક્યારેય ઓછું બેલેન્સ રહ્યું છે? અને શું તમને લાગે છે કે તે વસ્તુ તમારા Credit Scoreને અસર કરી શકે છે? Loan, Credit Card અથવા અન્ય નાણાકીય સુવિધાઓ મેળવવા માટે Credit Score ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પરંતુ શું Negative Balance ખરેખર તમારા Credit Scoreને અસર કરે છે?
શું છે આ Credit Score?
Credit Score તમારા નાણાકીય સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે કે જો તમારે કોઈ પણ જાતની Loan લેવી હોય કે પછી, Credit Card લેવુ હોય અથવા અન્ય નાણાકીય સુવિધાઓ સરળતાથી મેળવવી હોય ત્યારે તમારા આ Credit Scoreથી નક્કી કરવામાં આવે છે કે તમે એ સુવિધા લેવા માટે યોગ્યતા ધરાવો છો કે નહિ. પરંતુ શું બેંક ખાતામાં Negative Balance તમારા Credit Scoreને અસર કરે છે? તે બાબતે હજુ પણ ઘણા લોકોને પ્રશ્ર ઉભા થતા હોય છે.
જાણો Negative Balance એટલે શું
જ્યારે તમારા બેંક ખાતામાં કોઈ ચાર્જ અથવા Transaction હોય, જેના કારણે તમારું Balance શૂન્યથી નીચે જાય છે ત્યારે Negative Balance બને છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો, તમારું ખાતું "Credit" અથવા "Overdraft" સ્થિતિમાં હોય તેવું મનાય છે. આ Overdraft, Auto-debit fail અથવા Delayed depositeને કારણે થઈ શકે છે. આનાથી બેંક તમારી પાસેથી દંડ અથવા વધારાની ફી વસૂલ કરી શકે છે. પરંતુ સારી વાત એ છે કે Credit Bureau તમારા ખાતાના Balanceને જોતા નથી. તેથી, Negative Balance તમારા Credit Scoreને સીધી અસર કરતું નથી.
Credit Score પર Negative Balanceની અસર
Negative Balance ક્રેડિટ સ્કોર પર સીધી અસર કરતું નથી, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તે તમારા Scoreને નુકસાન પહોંચાડી શકે છે. જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય અને EMI અથવા Credit Card બિલ ચૂકવવામાં નિષ્ફળ જાઓ, તો તેની જાણ Credit Bureauને કરી શકાય છે. આ તમારા Credit Scoreને ઘટાડી શકે છે. બીજી બાજુ, જો તમે વારંવાર Negative Balanceમાં રહો છો અને બેંકને બાકી રકમ ચૂકવતા નથી, તો તમારું ખાતું બંધ થઈ શકે છે અથવા કલેક્શનમાં જઈ શકે છે. આ તમારા Credit Reportમાં પ્રતિબિંબિત થશે અને Scoreને નુકસાન પહોંચાડશે. બેંક દ્વારા લાદવામાં આવેલા દંડ અથવા ફી તમારા ક્રેડિટ સ્કોરને અસર કરતા નથી.
આ સમસ્યાઓથી બચવાના ઉપાય
તમારા ખાતામાં હંમેશા પૂરતું Balance રાખો જેથી Auto-Debit EMI અથવા bill સમયસર ચૂકવવામાં આવે. તમારા ખર્ચાઓ પર નજર રાખો અને બધી ચુકવણી સમયસર કરો. જો ખાતામાં Balance ઓછું હોય, તો Negative Balance ટાળવા માટે તાત્કાલિક પૈસા જમા કરો. Negative Balance પોતે Credit Scoreને અસર કરતું નથી. પરંતુ જો તે EMI, Credit Card bill અથવા અન્ય ચુકવણી ચૂકી જાય, તો તે તમારા Credit Scoreને નુકસાન પહોંચાડી શકે છે.








