Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Why is there an increase in customer complaints in Digital Banking? Know the reason

Digital Bankingમાં ગ્રાહકોની ફરિયાદોમાં વધારો શા માટે ? જાણો કારણ

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Digital Bankingમાં ગ્રાહકોની ફરિયાદોમાં વધારો શા માટે ? જાણો કારણ
સોર્સ : Google

આજના સમયમાં લોકોના ઝડપી જીવનમાં જ્યારે Digitalization ખુબ મહત્વનો ભાગ ભજવો છે ત્યારે બોંકમાં પણ આ Digitalizationની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. કે જેથી લોકો સરળતાથી પોતાની Transaction ગમે તે જગ્યાએથી ગમે તે સમયે કરી શકે. પરંતુ થોડા સમયથી ગ્રાહકોને Banking Systemથી અવાર નવાર ફરિયાદો ઉભી થતી જોવા મળે છે, તેનું કારણ શું ? Bankમાં, ખાસ કરીને Digital Bankingમાં ગ્રાહકોની ફરિયાદો વધી રહી છે. આ બાબત પર  Reserve Bankના Deputy Governors સ્વામીનાથને કહ્યું હતું કે, બેંકરોએ ધ્યાનથી કામ કરવું જોઈએ. ગ્રાહક ફક્ત રાજા નથી, પરંતુ બેંકિંગ સિસ્ટમમાં વિશ્વાસનો પાયો પણ છે.

App Store

Banking Systeમાં Automation પ્રક્રિયામાં વધારો પરંતુ જવાબદારીમાં ઘટાડો

બેંકોમાં ખામીયુક્ત ઉત્પાદનો અથવા સેવાઓને કારણે ફરિયાદો વધી નથી, પરંતુ ગ્રાહક સેવા પ્રત્યે વ્યક્તિગત જોડાણના અભાવ અને યાંત્રિક અભિગમ અપનાવવાને કારણે તે વધી છે. Banking Systeમાં Automation પ્રક્રિયા વધી રહી છે, પરંતુ જવાબદારીની ભાવના ઘટી રહી છે. Banking Systemમાં સામાન્ય રીતે જવાબ પૂર્વ-લેખિત Email દ્વારા આપવામાં આવે છે. ગ્રાહક Helpline દ્વારા વાત કરવા માંગે તો પણ જટિલતા ત્યાં સમાપ્ત થતી નથી. અને બેંકમાં કર્મચારીઓમાં સહાનુભૂતિના અભાવ જોવા મળે છે. આ રીતે વિશ્વાસ ઊભો થઈ શકતો નથી અને System આવી રીતે ન રહેવી જોઈએ. ગ્રામીણ લોન લેનારને ખબર નથી હોતી કે Digital રીતે લોન કેવી રીતે ચૂકવવી. અને નાના વેપારીઓ UPI Refund વિશે ચિંતિત રહેતા હોય છે. જેથી Customerને જલદી વિશ્વાસનો ઉભો થઈ શકતો નથી. 

Bankingમાં સફળતા લાવવા માટે શું કરવાની જરુર છે?

Banking ક્ષેત્રમાં સફળતા માટે, કર્મચારીઓમાં તાત્કાલિક પડકારોનો સામનો કરવાની અને લાંબા ગાળાની જવાબદારીઓ લેવાની ક્ષમતા હોવી જોઈએ. Banking ફક્ત પૈસા સંભાળવા જ નહિ, પરંતુ વિશ્વાસ સંભાળવા માટે પણ જવાબદાર હોય છે. જેમના નિર્ણયો વ્યક્તિઓ, પરિવારો, વ્યવસાયો અને સમુદાયોને અસર કરે છે. જેમાં નાણાકીય સમાવેશ, Digitalization, Loan growth અને Economic stabilityમાં ભૂમિકા ભજવવાની હોય છે. આ કોઈ નાની જવાબદારી નથી.