હવે BCCI પણ સરકારના કાર્યક્ષેત્રમાં આવશે, શું છે National Sports Governance Bill?

બીસીસીઆઈ એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલનો ભાગ હશે,જે બુધવારે, 23 જુલાઈ 2025ના રોજ સંસદમાં રજૂ થવા જઈ રહ્યું છે. બીસીસીઆઈ સરકારની નાણાકીય મદદ પર નિર્ભર ન હોઈ શકે, પરંતુ તેને પ્રસ્તાવિત રાષ્ટ્રીય રમતગમત બોર્ડ પાસેથી માન્યતા મેળવવી પડશે. રમતગમત વહીવટ બિલનો ઉદ્દેશ્ય સમયસર ચૂંટણીઓ, વહીવટી જવાબદારી અને ખેલાડીઓના કલ્યાણ માટે એક મજબૂત રમતગમત માળખું બનાવવાનો છે.
"બધા રાષ્ટ્રીય ફેડરેશનોની જેમ, BCCIએ પણ આ બિલ કાયદો બન્યા પછી દેશના કાયદાનું પાલન કરવું પડશે. તેઓ મંત્રાલય પાસેથી નાણાકીય મદદ લેતા નથી પરંતુ સંસદનો કાયદો તેના પર લાગુ પડે છે," તેમ સૂત્રએ PTI ને જણાવ્યું હતું.
સૂત્રએ કહ્યું, "BCCI અન્ય તમામ NSFની જેમ એક સ્વાયત્ત સંસ્થા રહેશે પરંતુ તેને લગતા વિવાદોનું નિરાકરણ પ્રસ્તાવિત રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવશે. આ ટ્રિબ્યુનલ ચૂંટણીથી લઈને પસંદગી સુધીના રમતગમતના મુદ્દાઓ સાથે સંબંધિત વિવાદ નિવારણ સંસ્થા બનશે,". તેમણે કહ્યું, "આ બિલનો અર્થ કોઈપણ NSF પર સરકારી નિયંત્રણ નથી. સરકાર સુશાસન સુનિશ્ચિત કરવામાં સહાયકની ભૂમિકા ભજવશે."
ક્રિકેટને (T20 ફોર્મેટ) 2028માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક રમતોમાં સામેલ કરવામાં આવી છે અને આ રીતે BCCI પહેલાથી જ ઓલિમ્પિક ચળવળનો ભાગ બની ચૂક્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, BCCI સચિવ દેવજીત શાક્યએ કહ્યું, 'BCCIનો સત્તાવાર અભિપ્રાય એ છે કે અમે સંસદમાં બિલ રજૂ થાય તેની રાહ જોઈશું અને તેના પર વધુ માહિતી એકત્રિત કરીશું. તે પછી અમે જોઈશું કે શું પગલાં લેવામાં આવશે.' ખાસ વાત એ છે કે BCCI રમતગમત મંત્રાલય પાસેથી ભંડોળ લેતું નથી અને આવી સ્થિતિમાં બોર્ડે NSFમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે.
બિલમાં શું છે
નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ (NSB)ની નિમણૂક સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. તેની પાસે વ્યાપક સત્તાઓ હશે કે તે ફરિયાદોના આધારે અથવા "વિવેકબુદ્ધિ"થી ચૂંટણીની અનિયમિતતાઓથી લઈને નાણાકીય ગેરરીતિઓ સુધીના ઉલ્લંઘનો માટે રમત સંગઠનોને માન્યતા આપો અથવા સસ્પેન્ડ પણ કરો .
આ બિલ વહીવટકર્તાઓ માટે વય મર્યાદાના જટિલ મુદ્દા પર થોડી રાહત આપે છે, જેમાં 70 થી 75 વર્ષની વયના લોકોને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવે છે, જો સંબંધિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વાંધો ન ઉઠાવે.
NSBમાં એક અધ્યક્ષ હશે અને તેના સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. આ નિમણૂકો શોધ-સહ-પસંદગી સમિતિની ભલામણોના આધારે કરવામાં આવશે.

