'આ ખેલાડીને મળવી જોઇએ વધુ તક, નંબર-3 પર રમાડો', રવિ શાસ્ત્રી-અશ્વિને આપી સલાહ

પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને પૂર્વ ક્રિકેટર આર અશ્વિને ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ઓલ રાઉન્ડર વોશિંગ્ટન સુંદરને વધારે તક આપવાની માંગ કરી છે. રવિ શાસ્ત્રીનું માનવું છે કે વોશિંગ્ટનમાં ભારતનો સારો ઓલરાઉન્ડર બનવાના તમામ ગુણ છે. અશ્વિને પણ કરૂણ નાયરની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને નંબર-3 પર તક આપવાની વાત કરી છે.
વોશિંગ્ટન બની શકે છે સારો ઓલરાઉન્ડર-રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રીએ 'ધ ICC રિવ્યૂ'માં કહ્યું, 'મને હંમેશાથી વોશિંગ્ટન પસંદ હતું જ્યારે મે તેને પ્રથમ દિવસે જોયો તો મે કહ્યું, આ યોગ્ય ખેલાડી છે. તે ભારત માટે લાંબા સમય સુધી સારો ઓલરાઉન્ડર બની શકે છે.'
રવિ શાસ્ત્રીને લાગે છે કે વોશિંગ્ટનને રેડ-બોલ ક્રિકેટમાં વધારે તક મળવી જોઇએ, તે ઘરેલુ પિચો પર બોલ ફેરવવામાં માહેર છે. ભારતના પૂર્વ કોચે કહ્યું, 'તે 25 વર્ષનો છે. મને લાગે છે કે તેને વધારે ટેસ્ટ ક્રિકેટ રમવી જોઇતી હતી. તે ભારતમાં આવી પિચો પર ઘણો ખતરનાક બની શકે છે જ્યાં બોલ ફરે છે. તે સારી બોલિંગની સાથે સાથે બેટિંગ પણ કરી શકે છે.'
ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં વોશિંગ્ટન સુંદરનું પ્રદર્શન
ઇંગ્લેન્ડ સિરીઝમાં વોશિંગ્ટન સુંદરે બેટિંગ અને બોલિંગ બન્નેમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. લૉર્ડ્સમાં બીજી ઇનિંગ્સમાં તેને 4 વિકેટ ઝડપી હતી (4/22) જેમાં જો રૂટ, બેન સ્ટોક્સ અને જેમી સ્મિથ જેવી મહત્ત્વપૂર્ણ વિકેટ સામેલ હતી જેનાથી મેચ ભારતના પક્ષમાં આવી ગઇ હતી.
વોશિંગ્ટન સુંદરને નંબર-3 પર તક આપવી જોઇએ-અશ્વિન
ભારતના પૂર્વ ક્રિકેટર આર.અશ્વિને કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલને એક સલાહ આપતા કહ્યું કે, ભારતે ચોથી ટેસ્ટમાં નંબર-3 પર વોશિંગ્ટન સુંદરને તક આપવી જોઇએ.આ સાથે અશ્વિન કુલદીપ યાદવને પણ તક આપવાની વાત કરી છે.
અશ્વિને કહ્યું જો ગંભીર અને ગિલને સુંદર પર કોન્ફિડન્સ છે તો તેને કરૂણ નાયરની જગ્યાએ તક આપવી જોઇએ.આ તમે નક્કી કરો કે કરૂણ નાયરની જગ્યાએ સાઇ સુદર્શન અથવા વોશિંગ્ટન સુંદરમાંથી કોને રમાડવો છે.સુંદરની સાથે જાડેજાને પણ રમાડો અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ સાઇ સુદર્શન અથવા ધ્રુવ જુરેલ જેવા કોઇ ખાસ બેટ્સમેનને રમાડો, એક બોલર ઓછો કરો પરંતુ પોતાના સ્પિનર પર વિશ્વાસ બતાવો.
મહત્ત્વપૂર્ણ છે કે નીતિશ રેડ્ડી પુરી સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. અર્શદીપ સિંહ ચોથી ટેસ્ટમાંથી બહાર છે. આકાશદીપના રમવા પર સસ્પેન્સ છે.જો આકાશદીપને માન્ચેસ્ટરમાં તક મળતી નથી તો પછી તેની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્ણા અથવા અંશુલ કંબોજને તક મળી શકે છે.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 23 જુલાઇથી માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ રમાશે. પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડ 2-1થી આગળ છે.

