Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India's playing eleven not yet clear for Manchester Test

IND vs ENG / માન્ચેસ્ટર ટેસ્ટ માટે હજુ સ્પષ્ટ નથી ભારતની પ્લેઈંગ ઈલેવન, ખેલાડીઓની ઈજાના કારણે ચિંતામાં છે ટીમ

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2025
લાઇવ ટીવીGoogle News
IND vs ENG / માન્ચેસ્ટર ટેસ્ટ માટે હજુ સ્પષ્ટ નથી ભારતની પ્લેઈંગ ઈલેવન, ખેલાડીઓની ઈજાના કારણે ચિંતામાં છે ટીમ
સોર્સ : Google

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી મેચ બુધવારે (23મી જુલાઈ) માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. પરંતુ ચોથી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવન વિશે હજુ ચિત્ર સ્પષ્ટ નથી થયું. ફાસ્ટ બોલર આકાશ દીપ ફિટ નથી, તેથી અંશુલ કંબોજને ડેબ્યુ કરવાની તક મળી શકે છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી સમગ્ર પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે અર્શદીપ સિંહ પણ ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કરુણ નાયર પોતાનું સ્થાન જાળવી રાખશે કે સાઈ સુદર્શનને તક મળશે તે અંગે હજુ અંતિમ નિર્ણય નથી લેવાનો.

App Store

સોમાવારે આઉટડોર ટ્રેનિંગ સેશન યોજાઈ હતી

ભારતીય ટીમે ચોથી ટેસ્ટ પહેલા સોમવારે (21મી જુલાઈ) આઉટડોર ટ્રેનિંગ સેશન યોજ્યું હતું. આ દરમિયાન ફાસ્ટ બોલર આકાશ દીપે બોલિંગ કરી, પરંતુ તે ફિટ નહતો હતો. લોર્ડ્સ ટેસ્ટથી તે ગ્રોઈન ઈન્જરીથી પીડાઈ રહ્યો છે. તેણે કોચ મોર્ને મોર્કેલની દેખરેખ હેઠળ બોલિંગ કરી હતી. આ ઉપરાંત આકાશ દીપ દર્શકની જેમ સાઈડલાઈન પર ઊભો રહ્યો, તેની સાથે અર્શદીપ સિંહ પણ જોવા મળ્યો, જે હાથની ઈજાને કારણે પહેલાથી જ બહાર થઈ ગયો છે. જો આકાશ દીપ પણ ફિટ ન થાય, તો ટીમે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે ત્રીજા ફાસ્ટ બોલર તરીકે પ્રસિદ્ધ કૃષ્ણા અથવા અંશુલ કંબોજમાંથી કોઈ એકને પસંદ કરવો પડશે.

અંશુલ કંબોજને મેચમાં ડેબ્યુ કરવાની તક 

અર્શદીપના કવર તરીકે હરિયાણાના અંશુલ કંબોજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે તેને ડેબ્યુ કરવાની તક મળી શકે છે. અંશુક કંબોજે નેટ્સમાં લગભગ એક કલાક ફાસ્ટ બોલિંગ કરી. તેની સાથે સિરાજ, બુમરાહ, પ્રસિદ્ધ અને શાર્દુલ ઠાકુર પણ બોલિંગ કરી રહ્યા હતા. કંબોઝે હળવી બેટિંગ પણ કરી, જે એ પણ દર્શાવે છે કે તે નીતિશની જગ્યાએ ઓલરાઉન્ડર વિકલ્પ પણ બની શકે છે.

સિરાજે પ્રેક્ટિસ સેશન દરમિયાન આક્રમક બોલિંગ કરી, ખાસ કરીને શુભમન ગિલ, કેએલ રાહુલ અને રિષભ પંત સામે. બુમરાહ મેદાનમાં આવ્યો અને બોલિંગ કરી કારણ કે પ્રેક્ટિસ પિચ થોડી લપસણી હતી.

રિષભ પંત માન્ચેસ્ટર ટેસ્ટ રમશે?

નેટ સેશન દરમિયાન બધાની નજર રિષભ પંત પર હતી, તેણે લોર્ડ્સ ટેસ્ટમાં વિકેટ કીપિંગ નહતી કરી કારણ કે તેને ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે આંગળીમાં ઈજા થઈ હતી. જ્યારે તે પાંચમા દિવસે બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેને જોફ્રા આર્ચરના બોલનો સામનો કરતી વખતે દુ:ખાવો થતો હતો. પરંતુ આ ટ્રેનિંગ સેશનમાં રિષભ પંતે કોઈ સમસ્યા વિના વિકેટ કીપિંગ કરી અને લગભગ એક કલાક સુધી બેટિંગ પણ કરી. પંતે સિરાજ, કંબોજ અને પ્રસિદ્ધ સામે આરામથી બેટિંગ કરી અને કોઈ સમસ્યા દેખાઈ નહીં.