મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Business Astro / જાણો આવતા અઠવાડિયે સોમવારથી શુક્રવાર કેવું રહેશે શેરબજાર, કયા સેક્ટરના ભાવો ઉંચકાશે?

business astro stock market prediction from 3 june to 7 june 2024 | ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેર

Business Astro / જાણો આવતા અઠવાડિયે સોમવારથી શુક્રવાર કેવું રહેશે શેરબજાર, કયા સેક્ટરના ભાવો ઉંચકાશે?

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય

Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 3 જૂન  સોમવારથી 7 જૂન  શુક્રવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે :

સોમવાર, તા.3-6-2024, અશ્વિની નક્ષત્ર, મેષ  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, એગ્રો, શિપિંગ, ફૂડ અને ડેરી  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એરંડા,  તલ, મગફળી, કપાસ  પ્રભાવિત થવાની ધારણા છે. 

મંગળવાર, તા.4-6-2024, ભરણી નક્ષત્ર, મેષ રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી માહોલ રહેશે. બજાર સમય બે થી ત્રણ દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફૂડ, ડેરી, હોટલ, એન્ટરટેઇનમેન્ટ, સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર, પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ચણા, કપાસ, તલ, મગફળી, સોયાબીન  પ્રભાવિત થવાની શક્યતા છે. 

બુધવાર, તા.5-6-2024, કૃતિકા નક્ષત્ર, વૃષભ  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા  છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક રહેવાની કે ધીમી પડવાની શક્યતા છે. પીએસયુ, કન્સલ્ટન્સી, ઇન્ફ્રાસ્ટ્રક્રચર, અને પાવર સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં  ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ધાણા, જીરા, એલચી, મેન્થા અને જવ પ્રભાવિત થવાની ધારણા છે. 

ગુરૂવાર, તા.6-6-2024, રોહિણી નક્ષત્ર, વૃષભ  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી   તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2  દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  એજ્યુકેશન, મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી, ઇન્ફ્રા. અને પાવર સેક્ટરના શેરો  પ્રભાવિત થવાની શક્યતા છે. કોમોડિટીમાં ગોલ્ડ, સિલ્વર  અને કોપર  પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં સોયાબીન, હળદર, સોયાબીન, હળદર, મકાઇ, સરસવ  પ્રભાવિત  થવાની શક્યતા છે. 

શુક્રવાર,તા. 7-6-2024, માર્ગશીર્ષ નક્ષત્ર, મિથુન રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  ફૂડ, ડેરી, ફાર્મા, કેમિકલ્સ અને ફિલ્મ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ  અને નિકલ  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં કપાસ, ચણા, ગુવાર ગમ, ગુવાર સીડ અને જવ  પ્રભાવિત થવાની ધારણા છે. 

આ સમાચાર શેર કરો