Business Astro / જાણો જ્યોતિષ અનુસાર આવતા અઠવાડિયામાં કેવું રહેશે શેરબજાર
business astro stock market prediction from 22 july to 26 june july | ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શ

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય
Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 22 જુલાઈ સોમવારથી 26 જુલાઈ શુક્રવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે :
સોમવાર, તા. 22-7-2024, શ્રવણ નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. શિપિંગ, એક્સપોર્ટ, ફૂડ, બીવરેજીસ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં તલ, મગફળી, જવ, એરંડા પ્રભાવિત થવાની ધારણા છે.
મંગળવાર, તા. 23-7- 2024, વિશાખા નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેશે. બજાર સમય 2થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. એન્જિનિયરિંગ, એગ્રો, માઇન, ઇન્ફ્રા. અને ઓટો સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર,કોપર, ઝીંક અને નિકલ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં મગફળી, મરચાં, ગુવાર ગમ, ગુવાર સીડ પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા. 24-7-2024, શતભિષા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક રહેવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કોમ્પ્યુટર, આઇટી, પાવર, ગેસ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર તેમજ એનર્જી બાસ્કેટમાં ક્રુડ ઓઇલ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ધાણા, જીરા, મેન્થા, એલચી અને મગ પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરૂવાર, તા. 25-7-2024, પૂ.ભા. નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. મેનેજમેન્ટ, પીએસયુ, ફૂડ, ડેરી, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. કોમોડિટીમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં હળદર, મકાઇ, સોયાબીન, સરસવ, પ્રભાવિત થવાની શક્યતા છે.
શુક્રવાર, તા. 26-7-2024, ઉ.ભા. નક્ષત્ર, મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કેમિકલ્સ ફાર્મા, એગ્રી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં દાણા, કપાસ, જીરા, જવ પ્રભાવિત થવાની ધારણા છે.








