Business Astro / શેર બજારમાં રોકાણ કરો છો? જાણો જ્યોતિષ અનુસાર 20થી 24 મે સુધી કેવું રહેશે શેરબજાર
ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબ

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય
Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 20 મે સોમવારથી 24 મે શુક્રવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે :
સોમવાર, તા. 20-5-2024, ચિત્રા નક્ષત્ર, કન્યા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કેમિકલ્સ, એન્ટરટેઇનમેન્ટ, શિપિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર એગ્રી કોમોડિટીમાં જવ, મરચાં, ગુવાર ગમ, ગુવાર સીડ, પ્રભાવિત થવાની ધારણા છે.
મંગળવાર, તા. 21-5-2024, સ્વાતિ નક્ષત્ર, તુલા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેશે. બજાર સમય બે થી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફાર્મા, એગ્રો, એવિયેશન, ઇનફ્રા., માઇનિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર, કોપર, ઝિંક અને નિકલ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, અનેે સરસવ પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા. 22-5-2024, વિશાખા નક્ષત્ર, તુલા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક રહેવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, ફારમા, કન્સલ્ટન્સી અને આઇટી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ધાણા જીરા, એલચી, મેન્થા, અને હળદર પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરૂવાર, તા. 23-5-2024, અનુરાધા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. મેનેજમેન્ટ, ઇનફ્રાસ્ટ્રક્ચર સરકારીકંપનીઓ અને આઇટી સેક્ટર શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. કોમોડિટીમાં ગોલ્ડ,અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં એરંડા, જવ, તલ, સરસવ પ્રભાવિત થવાની શક્યતા છે.
શુક્રવાર, તા. 24 -5-2024, અનુરાધા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફિલ્મ, હોટેલ, એન્ટરટેઇનમે્ન્ટ, ગારમેન્ટ, સેક્ટર શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર અને ગોલ્ડ તેમજ ક્રુડ ઓઇલ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં એરંડા, તલ, જવ, ગુવાર ગમ, ગુવાર સીડ, પ્રભાવિત થવાની ધારણા છે.








