Business Astro : શેરબજારમાં રોકાણ કરો છો? જાણો જ્યોતિષ અનુસાર આવતા અઠવાડિયે કેવું રહેશે માર્કેટ
business astro stock market prediction from 16 to 20 september | ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજ

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય
Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 16 સપ્ટેમ્બર સોમવારથી 20 સપ્ટેમ્બર શુક્રવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે :
સોમવાર, તા.16-09-2024, ઘનિષ્ઠા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતાશિપિંગ, એક્સપોર્ટ, ફૂડ, એન્ટરટેઇનમેન્ટ, કેમિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચીલી, રાયડો, મરી, મગફળી, તલ પ્રભાવિત થવાની ધારણા છે.
મંગળવાર, તા. 17-09- 2024, શતતારા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે.પાવર, માઇન, ગેસ ઇન્ફ્રા.,એન્જિનિયરિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર અને એનર્જી બાસ્કેટમાં નેચલ ગેસ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં એરંડા, ચીલી, મરી, જવ, તલ પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા.18-09-2024, પૂ.ભા નક્ષત્ર, મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક રહેવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, એજ્યુકેશન, આઇટી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં મગ, ધાણા, જીરુ, હળદર, સોયાબીન, મેન્થા પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરૂવાર, તા.19-09 -2024, રેવતી નક્ષત્ર, મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કન્સલ્ટન્સી, બેન્ક, એક્સપોર્ટ, એજ્યુકેશન, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ધાણા, જીરા, એલચી, મેન્થા, મગ પ્રભાવિત થવાની ધારણા છે.
શુક્રવાર, તા. 20-09-2024, અશ્વિની નક્ષત્ર, મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, હોટે, એન્ટરટેઇનમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં કપાસ, ચણા, તલ, મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.








