Business Astro: જાણો આ અઠવાડિયે કેવું રહેશે શેરબજાર, ક્યા સેક્ટરના શેરો પ્રભાવિત થશે?
ડો. હેમિલ લાઠિયા- જ્યોતિષાચાર્ય Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગ

ડો. હેમિલ લાઠિયા- જ્યોતિષાચાર્ય
Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 5 નવેમ્બર મંગળવારથી 9 નવેમ્બર સોમવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે:
મંગળવાર, તા. 05-11- 2024, જ્યેષ્ઠા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. આઇટી, ઇન્ફ્રા., લોજિસ્ટિક, વેહિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં ચિલી, સરસવ, ગુવાર ગમ, ગુવાર સીડ પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા. 06-11-2024, મૂળ નક્ષત્ર, ધન રાશી
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેશે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફાર્મા, કેમિકલ્, એગ્રો, માઇનિંગ્સ, એન્જિનિયરિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં તલ, ધાણા, જીરા, એલચી, મેન્થા પ્રભાવિત થવાની શક્યતા છે.
આ પણ વાંચો: દિવાળી બાદ ખુલતા શેરબજારમાં જોવા મળશે ઉથલપાથલ, આ ફેક્ટરની જોવા મળશે અસર
ગુરૂવાર, તા. 07-11 -2024, પૂ.ષા નક્ષત્ર, ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાયનાન્સ, કોસ્મેટિક્સ, એફએમસીજી અને ફૂડ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચણા, કપાસ, હળદર, સોયાબીન પ્રભાવિત થવાની ધારણા છે.
શુક્રવાર, તા. 08-11-2024, ઉ.ષા નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એગ્રો, ફૂડ, બેવરેજીસ, કેમિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં કપાસ, ઘઉં, ચણા અને હળદર પ્રભાવિત થવાની ધારણા છે.
સોમવાર, તા. 09-11- 2024, શતતારા નક્ષત્ર. કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કેમિકલ્સ, શિપિંગ, એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એનર્જી બાસ્કેટમાં ક્રુડ ઓઇલ પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં એરંડા, જવ, ગુવાર ગમમ, ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.








