મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

સાવધાન! સેલ અને લોભામણી ડીલના ચક્કરમાં આડેધડ ન કરતા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ, થશે ભારે નુકસાન

અત્યારે એમેઝોન, ફ્લિપકાર્ટ અને મિન્ત્રા જેવા ઘણા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સેલ ચ

સાવધાન! સેલ અને લોભામણી ડીલના ચક્કરમાં આડેધડ ન કરતા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ, થશે ભારે નુકસાન

અત્યારે એમેઝોન, ફ્લિપકાર્ટ અને મિન્ત્રા જેવા ઘણા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સેલ ચાલી રહ્યું છે. જેમાં ઘણી પ્રોડક્ટ્સની ખરીદી પર હેવી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ડિસ્કાઉન્ટને કારણે, લોકો ઘણી ખરીદી કરે છે અને ઘણા લોકો બિલનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કરે છે. ઘણી વખત સારી ડીલના ચક્કરમાં લોકો તેમની ક્રેડિટ લિમિટ ભૂલી જાય છે. પરંતુ આવા પેમેન્ટ કરતા પહેલા તેના કારણે થતા નુકસાન વિશે જરૂર જાણવું જોઈએ.

ક્રેડિટ લિમિટ શું છે?

ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાની લિમિટ નક્કી કરેલી હોય છે. આ એક પ્રકારની લોન હોય છે. ક્રેડિટ કાર્ડ દ્વારા દર મહિને ચોક્કસ રકમ ખર્ચવાની હોય છે. જે સંબંધિત બિલ બેંક દ્વારા જારી કરવામાં આવે છે. જો પેમેન્ટ સમયસર કરવામાં આવે તો CIBIL સ્કોર સારો થાય છે. કાર્ડ પર નિર્ધારિત મર્યાદાથી વધુ ખર્ચ ન કરવો જોઈએ.

ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ લિમિટનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે?

વાસ્તવમાં, ક્રેડિટ કાર્ડ જારી કરતી બેંક અથવા નાણાકીય સંસ્થા દ્વારા ચોક્કસ મર્યાદા સુધી ખર્ચ કરવાની પરવાનગી આપવામાં આવે છે. તમે તે મર્યાદા સુધી સંપૂર્ણપણે ખર્ચ કરી શકો છો. પરંતુ આવું ન કરવું જોઈએ. આવું કરનારા ગ્રાહકોને બેંક રિસ્કી માને છે. બેંકને લાગે છે કે, આ ગ્રાહકો લોન પર વધુ નિર્ભર છે. તમે બેંકને ક્રેડિટ લિમિટ વધારવા માટે કહી શકો છો. જ્યારે ક્રેડિટ કાર્ડ યુઝર્સ સંપૂર્ણ ક્રેડિટ મર્યાદાનો ઉપયોગ કરે છે અથવા ક્રેડિટ મર્યાદા કરતાં વધુ ખર્ચ કરે છે, ત્યારે તે CIBIL સ્કોરને અસર કરી શકે છે.

ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો શું હોવો જોઈએ?

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોએ ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો એટલે કે CUR પર નજર રાખવી જોઈએ. આ રેશિયો 30-40 ટકા રહેવું જોઈએ. જો આ રેશિયો 50 ટકાથી વધુ હોય તો તેને નેગેટિવ માનવામાં આવે છે. જેના કારણે તમને લોન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ સમાચાર શેર કરો