મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

આગામી 3 વર્ષમાં 5 લાખ નોકરીઓ આપશે Apple, કંપની વર્કફોર્સમાં કરવા જઈ રહી છે 3 ગણો વધારો

આઇફોન મેન્યુફેક્ચરિંગ કંપની એપલ ટૂંક સમયમાં ભારતમાં લાખો લોકોને નોકરી આપવા જઈ રહી છે. કંપનીએ

આગામી 3 વર્ષમાં 5 લાખ નોકરીઓ આપશે Apple, કંપની વર્કફોર્સમાં કરવા જઈ રહી છે 3 ગણો વધારો

આઇફોન મેન્યુફેક્ચરિંગ કંપની એપલ ટૂંક સમયમાં ભારતમાં લાખો લોકોને નોકરી આપવા જઈ રહી છે. કંપનીએ આગામી 3 વર્ષમાં ભારતમાં તેનું મેન્યૂફેક્ચરિંગ ઝડપથી વધારવાની યોજના બનાવી છે, જેના કારણે કંપની તેના વર્કફોર્સમાં 3 ગણો વધારો કરવા જઈ રહી છે. ચીનથી તેનું અંતર વધારીને એપલ હવે ભારતમાં વધુ રોકાણ કરવાની યોજના પર કામ કરી રહી છે. માત્ર કોન્ટ્રાક્ટ પર આઇફોન બનાવતી વેન્ડર કંપનીઓ જ નહીં, પરંતુ એપલ પ્રોડક્ટ્સના પાર્ટ્સ બનાવનારી કંપનીઓ અને અન્ય સપ્લાયર્સ પણ આ નોકરીઓનું સર્જન કરશે.

5 લાખ લોકોને નોકરી આપવાની યોજના

એક સમાચાર મુજબ એપલ અને તેની સહયોગી કંપનીઓ આગામી 3 વર્ષમાં કુલ 5 લાખ લોકોને સીધી નોકરી આપશે. આ એપલ સાથે જોડાયેલા કર્મચારીઓની સંખ્યામાં આ 3 ગણો વધારો છે. આ ઉપરાંત કેટલીક ઈનડાયરેક્ટ નોકરીઓ પણ સર્જાશે. એપલ તેની અડધાથી વધુ સપ્લાય ચેન ચીનથી ભારતમાં ખસેડી રહી છે. તેમજ તેના પ્રોડક્શનમાં ભારતીય સપ્લાયર્સનો હિસ્સો પણ વધારી રહી છે.

ભારતમાં બને છે દુનિયાના 7% એપલ આઇફોન

અત્યારે દુનિયામાં જેટલા પણ એપલ આઇફોન વેચાય છે, તેના 7 ટકા ભારતમાં તૈયાર થાય છે. જ્યારે 2030 સુધીમાં તેની સંખ્યા વધીને 25 ટકા થઈ શકે છે. અત્યારે એપલ પ્રોડક્ટ્સના ભારતીય સપ્લાયર્સના વેલ્યૂ એડિશન લગભગ 11-12 ટકા છે, જ્યારે ચીનમાં આ લોકલ વેલ્યૂ એડિશન 28 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. 

એપલ આગામી 3 વર્ષમાં તેની લોકલ વેલ્યૂ એડિશનને 15થી 18 ટકા સુધી વધારવા માગે છે. જો આપણે વેલ્યૂના સંદર્ભમાં જોઈએ તો, ભારતમાંથી આઇફોનમાં લોકલ વેલ્યૂ એડિશન માત્ર 14 ટકા છે, જ્યારે ચીનમાં તે 41 ટકા છે. જો એપલનું લોકલ વેલ્યૂ એડિશન વધે તો ભારતમાં આઇફોનની કિંમત પણ ઘટી શકે છે. ભારતમાં આઇફોનના વેચાણમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. એપલની ઓવરઓલ રેવન્યૂમાં ભારતનો માર્કેટ શેર લગભગ 6 ટકા છે. ભારતનું ટાટા ગ્રૂપ પણ ટૂંક સમયમાં આઇફોનના સપ્લાયર્સમાંનું એક બનવા જઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો