મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

આઠ બોનસ શેર આપવાની જાહેરાતઃ રેકોર્ડ ડેટ 28 ઓગસ્ટઃ કંપનીના શેરો ખરીદવા પડાપડી

DMR Hydro Engineering and Infrastructure Companyએ 8:5 ના ગુણોત્તરમાં બોનસ શેર જારી કરવાની રેક

આઠ બોનસ શેર આપવાની જાહેરાતઃ રેકોર્ડ ડેટ 28 ઓગસ્ટઃ કંપનીના શેરો ખરીદવા પડાપડી

DMR Hydro Engineering and Infrastructure Companyએ 8:5 ના ગુણોત્તરમાં બોનસ શેર જારી કરવાની રેકોર્ડ તારીખ જાહેર કરી છે. બીએસઇ એસએમઇનો શેર ડીએમઆર હાઇડ્રો એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર 20 ઓગસ્ટે બુધવારે લાઇમલાઇટમાં રહ્યો હતો. કંપનીનો શેર બીએસઇ પર 4.76 ટકા વધીને રૂ. 149.80 પર પહોંચી ગયો હતો. શેરોમાં આ રીતે તેજી થવા પાછળનું કારણ કંપની દ્વારા કરાયેલી એક જાહેરાત  છે. 

હકીકતમાં કંપનીએ 8ઃ5ના રેશિયોમાં બોનસ શેર આપવા માટે રેકોર્ડ ડેટની તારીખોની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, શેર બુધવારે શરૂઆતના કારોબારી સત્રમાં રૂ. 147ની સપાટીએ ખૂલ્યો હતો. જ્યારે મંગળવારે આગલો બંધ રૂ. 143ની સપાટીએ હતો. બીએસઇ એસએમઇનો આ શેર વર્તમાનમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પહોંચેલી બાવન સપ્તાહની સર્વોચ્ચ સપાટી રૂ. 208.46થી 39 ટકા નીચેના સ્તરે કારોબાર કરી રહ્યો છે. 

રેકોર્ડ ડેટ ક્યારે છે?

20 ઓગસ્ટે કંપનીએ જાહેરાત કરી હતી કે, તેમણે બોનસ શેરો આપવા માટે પાત્રતા નક્કી કરવા ગુરૂવાર 28 ઓગસ્ટ, 205ની રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. જુલાઇમાં કંપનીએ 8ઃ5ના રેશિયોમાં ઇક્વિટી શેરોના બોનસ ઇશ્યુને મંજૂરી આપી દીધી છે. આથી રેકોર્ડ ડેટ પર પ્રત્યેક શેર ધારકને પાંચ શેર દીઠ આઠ નવા સંપૂર્ણ ભરપાઇ થયેલા ઇક્વિટી શેરો જારી કરવામાં આવશે. 

છેલ્લા પાંચ વર્ષમાં આ શેર 400 ટકા વધી ગયો છે. 31 માર્ચ 2025એ સમાપ્ત થયેલા વર્ષના નાણાકીય પરિણામો અનુસાર બોનસ શેર જારી કરવા માટે કંપનીના ફ્રી ફંડ અને શેર પ્રિમિયમમાંથી નાણાં એકત્ર કરવામાં આવશે. ફાળવણી બાદ કંપનીની ભરપાઇ થયેલી મૂડી રૂ. 3.98 કરોડથી વધીને રૂ. 10.37 કરોડ થઇ જશે. 

આ સમાચાર શેર કરો