મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

મોદી 3.0 સરકાર તરફથી રેલવે મુસાફરોને સૌથી મોટી ભેટ, 4 વર્ષ બાદ ફરી શરૂ કરાશે આ સેવા!

જો તમારા પરિવારમાં સિનિયર સિટીઝન છે અથવા તમે પોતે પણ આ કેટેગરીમાં આવો છો

મોદી 3.0 સરકાર તરફથી રેલવે મુસાફરોને સૌથી મોટી ભેટ, 4 વર્ષ બાદ ફરી શરૂ કરાશે આ સેવા!

જો તમારા પરિવારમાં સિનિયર સિટીઝન છે અથવા તમે પોતે પણ આ કેટેગરીમાં આવો છો અને વારંવાર ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, કોવિડ રોગચાળા દરમિયાન રેલવે દ્વારા બંધ કરવામાં આવેલ સિનિયર સિટીઝન કન્સેશન સેવા સરકાર દ્વારા ફરીથી શરૂ થઈ શકે છે. જો આમ થશે તો કરોડો સિનિયર સિટીઝનને રાહત મળશે. સરકાર દ્વારા સિનિયર સિટીઝનને ટ્રેન ભાડામાં આપવામાં આવેલી છૂટ ચાર વર્ષ પછી ફરી ચાલુ થઈ શકે છે. જો ભાડામાં છૂટછાટ અંગે જાહેરાત કરવામાં આવે છે, તો તે મોદી 3.0 સરકાર તરફથી સિનિયર સિટીઝનને સૌથી મોટી ભેટ હશે.

ચાર વર્ષ પછી સિનિયર સિટીઝન કન્સેશન સેવા શરૂ થવાની શક્યતા

એક અહેવાલ મુજબ, મોદી 3.0 સરકાર દ્વારા સિનિયર સિટીઝનને રેલ ભાડામાં મળતી છૂટ ચાર વર્ષ પછી ફરીથી શરૂ કરવામાં આવી શકે છે. સમાચારમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એસી કોચને બદલે માત્ર સ્લીપર ક્લાસ માટે આ છૂટને ફરી શરૂ કરવા માટે ચર્ચા ચાલી રહી છે. સરકાર રેલવે પર ન્યૂનતમ નાણાકીય બોજ નાખવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં, ભાડામાં છૂટ ફક્ત તે જ સિનિયર સિટીઝનને આપવામાં આવશે જેઓ સ્લીપર ક્લાસમાં મુસાફરી કરવા માટે આર્થિક રીતે સક્ષમ નથી.

રિઝર્વેશન ફોર્મમાં છૂટવાળું કોલમ ભરવાનું રહેશે

આ સિવાય સમાચારમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ ફક્ત તે જ સિનિયર સિટીઝનને મળશે જે તેને લેવા માગે છે. એટલે કે જો તમે તમારી ઉંમર પહેલાની જેમ દાખલ કરો છો તો તમને રેલવેની આ સુવિધાનો લાભ નહીં મળે. હવે સિનિયર સિટિઝનને ટિકિટ બુક કરાવતી વખતે રિઝર્વેશન ફોર્મમાં રિલેક્સેશન કોલમ ભરવાનું રહેશે. સૂત્રોનું એવું પણ કહેવું છે કે, વર્ષમાં બે-ત્રણ વખત દરેક પેસેન્જર માટે આ ડિસ્કાઉન્ટની વિચારણા કરવામાં આવી રહી છે. કોવિડ પહેલાના નિયમો અનુસાર, સિનિયર સિટીઝનને સામાન્ય, એસી અને સ્લીપર કોચમાં મુસાફરી કરવા પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું.

ભાડામાં 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવતું

કોવિડ પહેલા, રેલવે 60 વર્ષ અથવા તેથી વધુ વયના પુરુષો માટે મૂળ ભાડામાં 40% ડિસ્કાઉન્ટ આપતી હતી. આ સિવાય 58 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓને ભાડામાં 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. આ છૂટ માર્ચ 2020માં કોરોના રોગચાળા દરમિયાન બંધ કરાયું હતું. રેલવે દ્વારા ભાડામાં આપવામાં આવતી રાહતનો મુદ્દો પણ સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. આ અંગે રેલવેનું કહેવું છે કે, પેસેન્જર ભાડામાં 59,837 કરોડ રૂપિયાની સબસિડી પહેલેથી જ આપવામાં આવી રહી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, એક યાત્રી પર સરેરાશ ખર્ચ 110 રૂપિયા છે, જ્યારે તેની સરખામણીમાં માત્ર 45 રૂપિયા લેવામાં આવે છે.

રેલવે મુસાફરોની સંખ્યામાં વધારો

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, કોરોના રોગચાળા પછી સિનિયર સિટીઝનની ટ્રેન મુસાફરીમાં વધારો થયો છે. નીચલા ગૃહમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપતા રેલવે મંત્રીએ કહ્યું હતું કે, 20 માર્ચ 2020થી 31 માર્ચ 2021 વચ્ચે 1.87 કરોડ સિનિયર સિટીઝને ટ્રેનમાં મુસાફરી કરી હતી. જ્યારે 1 એપ્રિલ, 2021થી ફેબ્રુઆરી 2022 વચ્ચે, 4.74 કરોડ સિનિયર સિટીઝને ટ્રેનમાં મુસાફરી કરી. તે સમયે તેમણે સિનિયર સિટીઝનને આપવામાં આવેલી છૂટને ફરી શરૂ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પરંતુ હવે એવા સમાચાર છે કે, સરકાર તેને ફરીથી લાગુ કરવાનું વિચારી રહી છે.

આ સમાચાર શેર કરો