મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

હિંડનબર્ગ કેસમાં સેબી તરફથી રાહત મળ્યા જ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઉછાળો

આજે શુક્રવારનો દિવસ અદાણી ગ્રુપ અને તેના રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ દિવસ બની ગયો છે. શ

હિંડનબર્ગ કેસમાં સેબી તરફથી રાહત મળ્યા જ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઉછાળો

આજે શુક્રવારનો દિવસ અદાણી ગ્રુપ અને તેના રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ દિવસ બની ગયો છે. શેરબજારમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો. આ ઉછાળો ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) દ્વારા અદાણી ગ્રુપને ક્લીનચીટ આપવાને કારણે થયો હતો, જેમાં હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવવામાં આવ્યા હતા.

શેરોમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો

SEBIના નિર્ણયની જાહેરાત થતાં જ અદાણી ગ્રુપની કંપનીઓએ શેરબજારમાં વેગ પકડ્યો. અદાણી ટોટલ ગેસમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો, તેના શેર 12.57 ટકૈ વધ્યા. તેવી જ રીતે અદાણી પાવરના શેર લગભગ 9 ટકા વધ્યા, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસ લગભગ 5.23 ટકા વધ્યા.

અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ જેવી અન્ય કંપનીઓમાં પણ 2 ટકા થી 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો. ACC, અંબુજા સિમેન્ટ્સ અને સાંઘી ઇન્ડસ્ટ્રીઝ જેવા સિમેન્ટ શેરોમાં પણ પોઝિટીવ મૂડ જોવા મળ્યો.

અદાણી ગ્રુપને 48,612 કરોડનો ફાયદો થયો

શેરમાં વધારાને કારણે શુક્રવારે અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટ કેપમાં પણ વધારો થયો. આ એક દિવસના વધારાથી અદાણી ગ્રુપના કુલ બજાર મૂલ્યમાં આશરે 48,612 કરોડનો વધારો થયો છે, જે દર્શાવે છે કે રોકાણકારોએ સેબીના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તેમનો વિશ્વાસ ફરી મજબૂત થયો છે.

શું મામલો હતો?

જાન્યુઆરી 2023માં યુએસ રિસર્ચ ફર્મ હિન્ડનબર્ગે અદાણી ગ્રુપ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં મોટા પાયે સ્ટોક મેનીપ્યુલેશન, ઇનસાઇડર ટ્રેડિંગ અને ડિસ્ક્લોઝર નિયમોનું ઉલ્લંઘનનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો અને ગ્રુપનું માર્કેટ કેપ લગભગ $150 બિલિયન ઘટ્યું હતું.

નિયમોનું કોઈ ઉલ્લંઘન નથી - સેબી

હવે લગભગ દોઢ વર્ષની તપાસ પછી સેબીએ સ્પષ્ટતા કરી છે કે અદાણી ગ્રુપ સામે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે જે કંપનીઓ દ્વારા વ્યવહારો કરવામાં આવ્યા હતા તે અદાણી ગ્રુપ સાથે સંબંધિત 'રિલેટેડ પાર્ટી નહોતી', અને તેથી, કોઈ RPT (સંબંધિત પક્ષ વ્યવહાર) નિયમોનું ઉલ્લંઘન થયું નથી. સેબીએ એમ પણ જણાવ્યું હતું કે અદાણી ગ્રુપે સમયસર બધી લોન ચૂકવી દીધી હતી અને કોઈ છેતરપિંડીભર્યું વર્તન જોવા મળ્યું નથી.

આ સમાચાર શેર કરો