અદાણી ગ્રૂપે કેન્યાના કારોબારને લગતી બનાવટી પ્રેસ રિલીઝનું કર્યું ખંડન
અદાણી ગ્રુપે કેન્યામાં તેની ઉપસ્થિતિ સંબંધિત ફર્જી પ્રેસ રીલીઝનું ખંડન કર્યું છે.

અદાણી ગ્રુપે કેન્યામાં તેની ઉપસ્થિતિ સંબંધિત ફર્જી પ્રેસ રીલીઝનું ખંડન કર્યું છે. ગ્રુપે જણાવ્યું છે કે આવા ખોટા સમાચાર ફેલાવનારા સામે કંપની કાયદેસરની કાર્યવાહી કરશે.
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું છે કે, કોઇકે બદઇરાદાથી અદાણીના નામે ફર્જી પ્રેસ રીલીઝ જારી કરી છે. અદાણી ગ્રુપ કે તેની સાથે સંકળાયેલી કોઇ પણ કંપનીઓ કેન્યા સાથે સંકળાયેલા બિઝનેસ સંબંધીત કોઇ પણ પ્રેસનોટ બહાર પાડી નથી. અમે આ કપટપૂર્ણ પ્રેસ નોટની સખત નિંદા કરીએ છીએ અને તમામને આગ્રહ કરીએ છીએ કે, આ પ્રેસ નોટની સંપૂર્ણ અવગણના કરે.
અદાણી ગ્રુપે જણાવ્યું કે, ફર્જી સમાચાર ફેલાવનારાઓની સામે કાર્યવાહી કરશે. પ્રવક્તા દ્વારા મીડિયા અને મીડિયા ઇન્ફ્લુએન્સર્સ દ્વારા કોઇ સમાચાર આપતા પહેલા અદાણી ગ્રુપ સાથે સમાચારોની પુષ્ટિ કરવી જોઇતી હતી.






