TAX Budget: મોદી 3.0 ના પહેલા બજેટમાં કરદાતાઓને મોટી ભેટ, આટલી આવક પર નહીં લાગે કોઈ ટેક્સ
મોદી 3.0 ના પહેલા બજેટમાં ટેક્સપેયર્સને નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી ભેટ આપી છે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠ આવકવેરાના સ્લ

મોદી 3.0 ના પહેલા બજેટમાં ટેક્સપેયર્સને નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી ભેટ આપી છે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠ આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવકવેરા અધિનિયમ 1961ની સમીક્ષા કરવામાં આવશે જેથી કરીને તેને સરળ બનાવી શકાય અને કર કાયદાકીય બાબતોમાં ઘટાડો કરી શકાય.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 3થી 7 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા આવકવેરો ચૂકવવો પડશે. જો આવક 7થી 10 લાખ રૂપિયા હોય તો 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે. 10થી 12 લાખની આવક પર 15 ટકાના દરે ઈન્કમટેક્સ વસૂલવામાં આવશે. 12થી 15 લાખની કરપાત્ર આવક પર 20 ટકા આવકવેરો લાગુ થશે. 15 લાખથી વધુની કરપાત્ર આવક પર 30 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે.
આ રીતે સમજો
0-3 લાખ- ટેક્સ ફ્રી
3-7 લાખ --- 5 %
7-10 લાખ ---- 10 %
10-12 લાખ ----- 15%
12- 15 લાખ---- 20%
15 લાખથી વધારે ------------ 30%






