શેરબજારની અસ્થિરતામાં સ્મોલકેપના 80% શેરોના ભાવ ગગડ્યા, લાર્જકેપમાં સ્થિરતા યથાવત
છેલ્લા કેટલાક સપ્તાહથી શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી છે. સેન્સેક

છેલ્લા કેટલાક સપ્તાહથી શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈથી સતત અસ્થિર રહ્યા છે. જોકે, આ અસ્થિરતાની સૌથી વધુ અસર સ્મોલકેપ ફંડ્સમાં જોવા મળી હતી. સ્મોલ અને મિડ કેપ શેરોની સરખામણીએ લાર્જકેપ શેરોમાં ઓછી અસ્થિરતા જોવા મળી છે.
આ પણ વાંચોઃ 2 લાખ કરોડથી વધુના GST કલેક્શનથી તૂટ્યા તમામ રેકોર્ડ, ચૂંટણી ટાણે મોદી સરકારનો ખજાનો ભરાયો
80 ટકા સ્મોલકેપ શેરોના ભાવ ગગડ્યા
સ્મોલ કેપ શેરોમાં મોટાપાયે વેચવાલીના પગલે આ સેગમેન્ટના 80 ટકા શેરોના ભાવમાં ઘટાડો જોવાયો હતો. આ વેચવાલીના ભારણમાં તો કેટલાક શેરો વર્ષની નીચલી સપાટી સુધી ગબડ્યા હતા. આની અસર મ્યુચ્યુઅલ ફંડની કામગીરી પર પણ થઈ હતી. જ્યારે છેલ્લા એક વર્ષમાં 12 લાર્જ કેપ ફંડ્સમાં 40 ટકાથી વધુ રિટર્ન નોંધાયું હતું. રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોને સ્થિર કરવા માટે સ્મોલ કેપ જેવા સેગમેન્ટ કરતાં લાર્જ કેપ શેરો પર વધુ ફોકસ કરવું જોઈએ. આથી રોકાણકારોના પોર્ટફોલિયોમાં લાર્જ કેપ ફંડ હોવું જરૂરી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.
લાર્જકેપ ફંડ્સમાં આકર્ષક રિટર્ન
છેલ્લા કેટલાક સમયથી લાર્જ કેપ ફંડ્સની કામગીરીમાં વધુ સ્થિરતા જોવાઈ છે. છેલ્લા એક વર્ષમાં 12 લાર્જકેપ ફંડ્સે 40 ટકાથી વધુ રિટર્ન તો 15 ફંડ્સે 30 ટકા કરતાં ઊંચુ રિટર્ન આપ્યું છે. આ કેટેગરીમાં આવતા નિપ્પોન ઇન્ડિયા લાર્જ કેપમાં સૌથી વધુ 45.12 ટકા રિટર્ન નોંધાયું છે તો ટોરસ મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી વધુ 43.98 ટકાનું રિટર્ન નોંધાયું હતું. આ ઉપરાંત બીજા 10 ફંડ્સમાં 40 ટકાનું મજબૂત રિટર્ન મળ્યું છે. લાર્જ કેપ શેરોમાં સ્થિર માહોલ પાછળનું કારણ ફંડ્સનો ટેકો, કેટલાક વૈશ્વિક ફંડોની ખરીદી અને વૈશ્વિક તથા સ્થાનિક વિવિધ કારણો વચ્ચે પણ નીચી અસ્થિરતા અને ભાવમાં મર્યાદિત ઘટાડા પછી ઝડપી રિકવરી છે. લાર્જ કેપ શેરો પડાકારો સામે ટકવા વધુ સક્ષમ અને રિસ્ક રિવોર્ડમાં પણ સ્થિરતા ધરાવતા હોય છે.






