મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ભારતની 3 કંપનીઓ 100 અબજ ડોલર ક્લબમાં સામેલ, કુલ વેલ્યૂ ઈન્ડોનેશિયાની જીડીપી કરતાં વધુ

દેશનું અર્થતંત્ર ઝડપથી વધી રહ્યું છે. જેની સાથે દેશની કંપનીઓની વેલ્યૂએશનમાં પ

ભારતની 3 કંપનીઓ 100 અબજ ડોલર ક્લબમાં સામેલ, કુલ વેલ્યૂ ઈન્ડોનેશિયાની જીડીપી કરતાં વધુ

દેશનું અર્થતંત્ર ઝડપથી વધી રહ્યું છે. જેની સાથે દેશની કંપનીઓની વેલ્યૂએશનમાં પણ તેજી જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં ત્રણ ભારતીય કંપનીઓ 100 અબજ ડોલર ક્લબમાં સામેલ થઈ છે. જેમાં સુનીલ મિત્તલનું ભારતી એરટેલ ગ્રૂપ, ICICI બેન્ક અને કુમાર મંગલમ બિરલાનુ આદિત્ય બિરલા ગ્રૂપ સામેલ છે.

ટાટા ગ્રૂપની વેલ્યૂ પાકિસ્તાનની જીડીપી કરતાં વધુ

ટાટા ગ્રૂપ એ દેશનું સૌથી મોટું ઔદ્યોગિક ગ્રૂપ છે જેની માર્કેટ કેપ 366 અબજ ડોલર છે. 150 વર્ષ જૂના આ ગ્રૂપનો બિઝનેસ મીઠાથી લઈને સોફ્ટવેર સુધી ફેલાયેલો છે. તેનું માર્કેટ કેપ પાકિસ્તાનના જીડીપી કરતા પણ વધુ છે. IMF અનુસાર, પાકિસ્તાનની જીડીપી લગભગ 338 અબજ ડોલર છે. છેલ્લા એક વર્ષમાં ટાટા ગ્રૂપના માર્કેટ કેપમાં 36.6 ટકાનો વધારો થયો છે. જૂથની IT કંપની TCS દેશની બીજી સૌથી મહત્ત્વની કંપની છે. તેનું માર્કેટ કેપ રૂ. 1,338,167.76 કરોડ છે.

આ કંપનીઓની માર્કેટ કેપ ઈન્ડોનેશિયાની જીડીપી કરતાં વધુ

ગત વર્ષે 3 કંપનીઓનો 100 અબજ ડોલર ક્લબમાં પ્રવેશ સાથે હવે દેશની કુલ આઠ કંપનીઓ 100 અબજ ડોલરથી વધુ વેલ્યૂએશન ધરાવે છે. જેની કુલ માર્કેટ વેલ્યૂ 1.5 લાખ કરોડ ડોલર છે, જે ભારતની કુલ માર્કેટ કેપના લગભગ 30 ટકા છે. અને ટોચના ઈસ્લામિક દેશની જીડીપી કરતાં વધુ છે. ઈન્ડોનેશિયાની જીડીપી 1.484 લાખ કરોડ ડોલર છે.

રિલાયન્સ ટોચની કંપની

મુકેશ અંબાણીની આગેવાની હેઠળનું રિલાયન્સ ગ્રૂપ આ યાદીમાં બીજા સ્થાને છે. તેનું માર્કેટ કેપ છેલ્લા એક વર્ષમાં 29.4 ટકા વધીને 267 અબજ ડોલરે પહોંચ્યું છે. ગ્રૂપની હોલ્ડિંગ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. તેનું માર્કેટ કેપ રૂ. 1,940,661.82 કરોડ છે. અંબાણી 109 અબજ ડોલરની નેટવર્થ સાથે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. 

ક્લબમાં કોણ છે સામેલ

ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી ગ્રૂપ 205 અબજ ડોલર માર્કેટ કેપ સાથે આ ક્લબમાં ત્રીજા સ્થાને છે. છેલ્લા એક વર્ષમાં ગ્રૂપના માર્કેટ કેપમાં 64.7 ટકાનો વધારો થયો છે. HDFC ગ્રૂપ 162 અબજ ડોલર સાથે ચોથા સ્થાને છે. જોકે, છેલ્લા એક વર્ષમાં ગ્રૂપનું માર્કેટ કેપ 13.8 ટકા ઘટ્યું છે. બજાજ ગ્રૂપ 125 અબજ ડોલરની નેટવર્થ સાથે પાંચમા સ્થાને છે. છેલ્લા એક વર્ષમાં ગ્રૂપનું માર્કેટ કેપ 16.3 ટકા વધ્યું છે. એરટેલ આ ક્લબમાં 120 અબજ ડોલરની માર્કેટ કેપ સાથે છઠ્ઠા સ્થાને છે. છેલ્લા એક વર્ષમાં તેમાં 79.1%નો વધારો થયો છે. ICICI બેન્ક 114 અબજ ડોલરના માર્કેટ કેપ સાથે આ ક્લબમાં સાતમા સ્થાને છે. છેલ્લા એક વર્ષમાં તેનું માર્કેટ કેપ 18.1% વધ્યું છે. આદિત્ય બિરલા ગ્રૂપ 101 અબજ ડોલર સાથે આ ક્લબમાં આઠમા સ્થાને છે. છેલ્લા એક વર્ષમાં તેની માર્કેટ કેપમાં 52.7 ટકાનો વધારો થયો છે.

આ સમાચાર શેર કરો