મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

120 ટકાના પ્રીમિયમ પર લિસ્ટીંગ બાદ પ્રીમિયર એનર્જીના શેરમાં 13 ટકાનો ઘટાડોઃ જાણો બુધવારે શું કરવું જોઇએ?

મંગળવારે સવારે શેરબજાર ખુલ્યા પછી, પ્રીમિયર એનર્જીના શેર 120%ના પ્રીમ

120 ટકાના પ્રીમિયમ પર લિસ્ટીંગ બાદ પ્રીમિયર એનર્જીના શેરમાં 13 ટકાનો ઘટાડોઃ જાણો બુધવારે શું કરવું જોઇએ?

મંગળવારે સવારે શેરબજાર ખુલ્યા પછી, પ્રીમિયર એનર્જીના શેર 120%ના પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા. પરંતુ તેઓ પહેલા જ દિવસે 13 ટકાના ભારે ઘટાડા સાથે બંધ થયા હતા. મંગળવારે, શેર રૂ. 991ના ભાવે લિસ્ટ થયા હતા, જ્યારે ટ્રેડિંગના અંત પછી તેઓ રૂ. 860ના ઇન્ટ્રાડે લોએ બંધ થયા હતા. તમને જણાવી દઈએ કે, શેરબજારમાં પ્રવેશતા પહેલા પ્રીમિયર એનર્જીના શેર નોન-લિસ્ટેડ માર્કેટમાં 100% થી વધુ પ્રીમિયમ પર ટ્રેડ કરતા હતા.

પ્રીમિયમ એનર્જીના IPO ને રોકાણકારો તરફથી જબરજસ્ત ટેકો મળ્યો, બિન-સંસ્થાકીય રોકાણકારોએ 74 વખત બિડિંગ કર્યું. કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સ, મજબૂત રોકાણકારોના પ્રતિભાવ અને બજારની સાનુકૂળ સ્થિતિને કારણે શેરનું રેકોર્ડ લિસ્ટિંગ થયું હતું.

શેરો ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા?

સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના વેલ્થ ડિપાર્ટમેન્ટના પ્રેસિડેન્ટ શિવાની ન્યાતિએ જણાવ્યું હતું કે, સોલાર ઉત્પાદન ઉદ્યોગમાં પ્રતિસ્પર્ધા ઊભી થઇ છે. પ્રાઇમ એનર્જીની વ્યૂહાત્મક સ્થિતિ અને ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રીત કરવાને કારણે તે બીજી કંપનીઓથી અલગ પડે છે. ઉદ્યોગની પ્રતિકૂળ પરિસ્થિતિઓને નેવિગેટ કરવાની કંપનીની ક્ષમતા, જેમ કે, નાણાકીય વર્ષ 2024માં એના મજબીત નાણાકીય પ્રદર્શન તેની અપીલીંગ ક્ષમતા ઓર વધારે  છે. રોકાણકારોને સલાહ આપતાં તેમણે કહ્યું કે, આઇપીઓમાં ભાગ લેનારા રોકાણકારો નફો બુક કરી શકે છે, પરંતુ જે લોકો હજુ પણ તેને પકડી રાખવા માગે છે, તેમણે સ્ટોપ લોસ 890 પર રાખવો જોઈએ.

મહેતા ઇક્વિટીઝે આ સલાહ આપી હતી

દરમિયાન, મહેતા ઇક્વિટીઝના વરિષ્ઠ વીપી (સંશોધન) પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું કે, "લિસ્ટિંગ પછી 120% લિસ્ટિંગ ગેઇનને જોતાં, વાજબી વેલ્યુએશનથી ઇન્ફ્લેટેડ વેલ્યુએશન સુધી વેલ્યુએશન મોરચે તફાવત છે, જે ઉચ્ચ સ્તરે પ્રોફિટ બુકિંગ તરફ દોરી જાય છે. "અમે રોકાણકારોને નફો બુક કરવાની સલાહ આપીએ છીએ, જો કે, જોખમ લેનારાઓ રોકાણ કરવાનું ચાલુ રાખી શકે છે કારણ કે સેક્ટર માટેનો અંદાજ આશાવાદી રહે છે.

આ સમાચાર શેર કરો