Video: EVENING BULLETIN / ટ્રમ્પની ઈરાનને નવી ધમકી, અફવા ફેલાતાં ડમ્પરોમાં આગચંપી, ચૂંટણી પંચ સામે વિપક્ષનો મોરચો

સોર્સ: gstv

 ટ્રમ્પની ઈરાનને નવી ધમકી

પશ્ચિમ એશિયામાં શાંતિની આશાઓ વચ્ચે વોશિંગ્ટન અને તેહરાન આમને-સામને આવી ગયા છે. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ અમેરિકા-ઈઝરાયલ સામે આક્રમક વલણ અપનાવવાનો આદેશ આપતાં જ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ગણતરીના કલાકોમાં આકરો વળતો જવાબ આપી દીધો છે.

જાહેરાત

રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતનું વલણ

અમેરિકાના એટલાન્ટામાં G20 બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ મામલે વડાપ્રધાન મોદીએ ખુદ દિલ્હી અને બિશ્કેકમાં પુતિન સાથે સીધી વાત કરી હતી, જ્યારે પોતે પણ લાવોરોવ સાથે સતત ચર્ચા કરી રહ્યા છે.

ચૂંટણી પંચ સામે વિપક્ષનો મોરચો

દિલ્હીના રામલીલા મેદાનમાં SIRના વિરોધમાં ઈન્ડિયા બ્લોકની વિશાળ રેલી યોજાઈ. રાહુલ ગાંધીએ વોટ ચોરીનો આક્ષેપ કરી CEC જ્ઞાનેશ કુમારને જેલમાં ધકેલવાની ચેતવણી આપી, જ્યારે ખડગેએ ભાજપ સરકારોને ચોરીની ગણાવી સીઈસી સામે આરપારની લડાઈનું એલાન કર્યું છે.

અફવા ફેલાતાં ડમ્પરોમાં આગચંપી

બાવળાના દેવધોલેરા પાસે અકસ્માતમાં યુવકના મોતની અફવાએ ઉગ્ર સ્વરૂપ લીધું. ઉશ્કેરાયેલા ટોળાએ ડમ્પરો પર પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યા અને વાહનોમાં આગ ચાંપી દીધી. કેરાળા GIDC પોલીસે વાયરલ વીડિયોના આધારે ૭ નામજોગ સહિત ૩૦ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાટીદાર સંમેલનમાં ગણપત પટેલનું નિવેદન

પાટીદાર મહાસંમેલનમાં ગણપત પટેલના નિવેદનથી ભારે ચર્ચા જાગી છે. સમાજ આર્થિક સદ્ધર થયો પણ યુવા પેઢી દારૂ-ડ્રગ્સના રવાડે ચડી હોવાની ચિંતા વ્યક્ત કરતાં તેમણે આગેવાનોને આહ્વાન કર્યું કે, આવનારી પેઢીને બચાવવા માટે ઘરે-ઘરે જઈને વ્યસનમુક્તિનું અભિયાન ચલાવવું પડશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત